તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર ખાતેના ઐય્યાપ્પા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત ઐય્યાપ્પા મંદિર તસ્કરો ત્રાટકયા હતા. મંદિરમાં 2 વોચમેન ફરજપર હોવા છતાં તસ્કરો મંદિરના ઓફિસનો નકુચો કાપી ઓફિસ માં રહેલ 18280 રૂપિયા ભરેલબેગ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર ગડખોલ પાટિયા સ્થિત ઐય્યાપ્પા મંદિર ખાતે ગત રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા. મંદિરમાં 2 વોચમેન ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન મોડી રાત્રીના તાક્ષરો મંદિર પરિશરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિરની ઓફીએનો નકુચો કોઈ સાધન વડે કાપી નાખી તાળું નજીક માં ફેંકી દીધું હતું. અને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. જ્યા ઓફિસમાં સરસમાન વેર વિખેર કરી અંદર રૂપિયા 18280 ભરેલ બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 4 વાગ્યાના અડસમાં વોચમેન રાઉન્ડમાં નીકળતા મંદિરમાં ચોરી થઇ હોવાનું જોવા મળ્યું હતું। જે અંગે મંદિર ગોપલકૃષ્ણ આંનદનને વોચમેન દ્વારા જાણ કરવામાં આવી હતી. તેવો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રસ્ટી સભ્યોને જાણ કરી હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વેણુગોપાલ તંગપ્પન નાયર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...