અન્સાર માર્કેટમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરનાં અન્સાર માર્કેટમાંથી ઇલેક્ટ્રિક મોટર ચોરી કરનારો શખ્સ ભરૂચ એલસીબીના હાથે ઝડપાયો હતો.ગત 31મી જાન્યુઆરીની રાત્રે 1.04 લાખની કિંમત રહેમાનીયા ટ્રેડર્સમાંથી ચોરી થઇ હતી. જેનો ભેદ ઉકેલાયો છે.

અંકલેશ્વરના મોહમદ ફારૂક અબ્દુલ રઝાક ખાનની અન્સાર માર્કેટ સ્થિત રહેમાનીયાટ્રેડર્સમાં ગત 31મી જાન્યુઆરીએ ચોરી થઇ હતી. તસ્કરો દુકાનનું શટર ઊંચુ કરીને અંદર ઘૂસ્યા હતા. દુકાનમાંથી વિવિધ કંપનીની 35 ઈલેક્ટ્રિક મોટર્સ મળી કુલ 1.04 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ચોરીમાં અલાઉદ્દીન ઉર્ફે ટીપુ અબ્દુલ જલિલ કુરેશી તેમજ પપ્પુ બુધ્ધુ ખાન નામના ઈસમો વિરુદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભરૂચ એલસીબીની ટીમે અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલિલ કુરેશીને ઝડપી પાડ્યો હતો. જેને અંકલેશ્વર પોલીસના હવાલે કર્યો હતો.

રહેમાનીયા ટ્રેડર્સમાંથી 1.04 લાખની ચોરી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...