તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની નરોલીના એનઆરઆઇ યુવકે ઇટોન કોલેજની કઠીન પરિક્ષા પાસ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નાની નરોલીગામના વતની અને હાલ લંડન સ્થિત 16 વર્ષીય હસન પટેલે 76 લાખની સ્કૉલરશીપ મેળવી ખૂબ જ કઠિન ગણાતી પરીક્ષા પાસ કરી બ્રિટનની પ્રખ્યાત કોલેજ ઇટોનમાં સ્થાન પ્રાપ્ત કરી નાની નરોલીગામનું શિક્ષણક્ષેત્રે ગૌરવ વધાર્યું છે.

આ બ્રિટનની પ્રખ્યાત કોલેજમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ઉપરાંત 18 જેટલા બ્રિટિશ પ્રાઈમિનિસ્ટરો અભ્યાસ કરી ચૂક્યા છે. જેની વાર્ષિક ફી 40 લાખ છે, અને 600 વર્ષ જૂની અને 400 એકરમાં ફેલાયેલી વિશેષાધિકાર ધરાવતી કોલેજ છે. સામાજીક પડકારો અને ગરીબાઈમાં ઉછરેલા યુવકે કપરી પરિસ્થિતીણે ઢાલ બનાવી ત્રણ લેખિત પરીક્ષા, સાત ઇન્ટરવ્યુ અને ગૃપ ઇન્ટરવ્યુ પાસ કરી ઇટોન કોલેજમાં એડમીશન મેળવ્યું હતું. ઇટોન કોલેજમાં મુખ્ય શિક્ષક સઇદ હુશેને તેના શૈક્ષણિક દેખાવથી પ્રભાવિત થઈ ને કહ્યું હતું, કે હશન પટેલ એક અપવાદરૂપ અને ખૂબ જ હોશિયાર વિધાર્થી છે. જેણે આ કોલેજમાં અભ્યાસ કરવાની તક ઝડપી છે. અને ભવિષ્યમાં તે ખુબ જ નામના મેળવશે એવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો