તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયાના નાના સાંજા અને દધેડાથી 5 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા પોલીસ જીઆઇડીસી અને ખર્ચી બીટ વિસ્તારમાં ડ્રાઈવમાં હતા. નાના સાંજા ગામે બાતમીના આધારે ખાડી ફળિયામાં મંદિર પાસે જુગારીયાઓ પર છાપો માર્યો હતો. છાપામારીમાં ચાર જુગારીઓ ઝડપાયા હતા. જુગારીઓની અંગ ઝડતી કરતા તેમની પાસેથી રોકડા રૂ. 930 મળ્યા હતા. પોલીસે ભરત રમન વસાવા, જીગ્નેશ વેચાણ વસાવા, સના સૂકા વસાવા અને ભુપેન્દ્ર સૂકા વસાવાને ઝડપી લઈ તેમની સામે ગુનો દાખલ કર્યો છે.

જુગારની અન્ય એક ઘટનામાં ઝઘડિયા પોલીસે દધેડા ગામના સ્ટેશન ફળિયામાં ભીખા અર્જુન વસાવાને લીમડાના ઝાડ નીચે ગેરકાયદેસર આંકફરક આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો આબાદ ઝડપાય ગયો હતો. તેની પાસેથી આંકડા રમાડવાની સામગ્રી અને રોકડા રૂપિયા 770 જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લીમડાના ઝાડ નીચે આંકડાનો જુગાર રમતા હતા

પોલીસની જીઆઇડીસી અને ખર્ચી બીટમાં ડ્રાઇવ

અન્ય સમાચારો પણ છે...