તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરના બારણે સૂઇ જઇ લોકોએ ફેઇટ કોરિડોર માટેનું ડિમોલિશન અટકાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમ રેલેવ દ્વારા માંગરોળ તાલુકાન કોસંબા તેમજ હથુરણ ગામે ફેટ કોરીડોરની હદમાં આવતાં બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કોસંબા ગામે ભોગ બનનારાએ ઘરના બારણે સૂઈને બાંધકામનું ડિમોલિશન કરતાં અધિકારીને અટકાવ્યા હતાં. હથુરણ ગામે વૃદ્ધાએ પોતાના ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી અધિકારીઓને હંફાવ્યા હતાં. સમજાવટ પટાવટની નીતિથી શાંતિ પૂર્વક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકામાંથી પસાર થતી પશ્ચિમ રેલવેના સમાંતર માલપરિવહન માટે રેલવે દ્વારા ફેડકોરીડોર બનાવવામાં આવી રહ્યો છે. જેમાં કોસંબા ખાતે ખાનગી માલીકીની જગ્યા પર 7 જેટલા ઝુપડાઓ તેમજ હથુરણ ગામ ખાતે 1 જૂનુ મકાન રેલવેના હદ વિસ્તરણમાં આવતું હોય. છેલ્લા 3-4 વર્ષ કરતાં વધુ સમયથી વળતર બાબતનો વિવાદ રેલવે, કલેક્ટર અને ત્યારબાદ કોર્ટ સુધી પહોંચ્યો હોય. કોર્ટમાં થયેલ નિકાલ બાદ દબાણ કરનાર જગ્યાનો કબજો છોડતો ન હોય. રેલવે તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ઘણા લાંબા સમયથી નોટિસો આપ્યા બાદ પણ પોતાનો કબજો છોડતા ન હોય. રેલવેની પૂર્વ સૂચના અને તંત્ર દ્વારા નોટિસો આપ્યા બાદ પણ કબજદારે પોતાના કબજાનુંબાંધકામ દૂર કર્યુ ન હોય. શુક્રવારના રોજ કોસંબા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડિમોલિશન ચાલુ કરે તે પહેલા જ કોસંબા ખાતે દબાણ કરનાર મંગાભાઈ પ્રજાપતિ તેમજ તેમનો પરિવાર મશીનની આગળ પોતાના ઘરના બારણામાં સૂઈ જઈને અમને પૂરતુ વળતર મળ્યું નથી, વળતર મળશે તો જ અમે અહીંથી ખશીશું. તેમ જણાવી વિરોધ કર્યો હતો. પોલીસની સાથે મામલતદાર એમ. એમ. વસાવા તેમજ પ્રાંત અધિકારીનો સ્ટાફ પણ હોય. દબાણકર્તાને વળતર અંગે યોગ્ય સમજ આપી સરકારી કામમાં હસ્તક્ષેપ ન કરવા યોગ્ય સમજ આપી તેને વિરોધ કરતાં તેને શાંતિપૂર્ણ હટાવી તેના ઘરનો સામાન મજૂરો દ્વારા ખસેડી 7 જેટલા કાચા પતરાવાળા ઝુપડાનું ડિમોલિશન જેસીબીની મદદથી કરવામાં આવ્યું હતું.

આ બાદ આ ટુકડી હથુરણ ગામે રેલવે ટ્રેકની બાજુમાં રહેતા વૃદ્ધાહાજરા યુસુફ ધોલાતના ઘરે પહોંચી હતી. વૃદ્ધા ઘણા લાંબા સમયથી વળતરના મામલે વિરોધ કરી પોતાની મિલકત છોડતી ન હોય અધિકારીઓ અને પોલીસ ને જોતા તેણે પોતાના સગા વાહલાઓ સાથે પોતાની જાતને ઘરમાં બંધ કરી દીધી હતી. બહાર નીકળવાની ના પાડી હતી. તેમજ મારી જાનને ખતરો છે. તેવું રટણ રટ્યા કરતી હોય. હથુરણ ગામના ડે. સરપંચ અબ્બાસ મોરી તલાટી, ગામના આગેવાનો, મામલતદાર , રેલવેના અધિકારીઓએ વાતચીત કરી વૃદ્ધાને વળતરપેટે મળનાર રકમ ઓછી લાગતી હોય. વધુ રકમ માટે રેલવેના અધિકારીઓ કોર્ટમાં દાવો કરી વધુ રકમ મેળવી આપવાની હૈયા ધરપત આપી હોય. વૃદ્ધાએ પોતાનું ઘર તોડવા સંમતી આપી હતી. સ્થળ પર થયેલા થોડા વિરોધ બાદ પૂરતી તૈયારી સાથે આવેલી પોલીસે સમજાવટ અને પટાવતનો રસ્તો અપનાવી શાંતિપૂર્વક ડિમોલિશન પાર પાડ્યું હતું.

કોસંબામાં ડિમોલિશન દરમિયાન અસરગ્રસ્તોએ ઘરના બારણા આગળ સૂઇ જઇ વિરોધ નોંધાવ્યો હતો.

થોડું વધુ વળતર આપવાની હૈયા ધરપત
કોસંબામાં રેલવે દ્વારા જે જગ્યાને સંપાદિત કરી છે તે જમીનના મૂળ માલિકને રેલવે દ્વારા વળતર કોર્ટના માધ્યમથી ચૂકવવામાં આવ્યું છે. પરંતુ જે કજેદાર ભાડૂઆત છે તેની નુકસાનીનીનું વળતર કોર્ટમાં જમા કરાવવામાં આવ્યું છે. તે જ રીતે હથુરણ ગામે વૃદ્ધાની મિલકતનું 30 લાખ રૂપિયા વળતર આપવામાં આવ્યું છે. જેને પણ રેલવે દ્વારા કોર્ટમાં જમા કરાવવામાં આવ્યું છે. પરંતુ આ બંને કબજે દારને વળતર ઓછુ લાગતું હોય તેઓ કોર્ટમાંથી પોતાની રકમનો દાવો કરતાં ન હતાં. અને કબજો પણ છોડતા ન હતાં. જેથી કરીને આજે તેમને રેલવે દ્વારા સાથ સહકારી આપી કોર્ટમાંથી તેમના હકનું વળતર તેમજ શક્ય હોય તો થોડુ વધુ વળતર અપાવવાની હૈયા ધરપત આપવામાં આવી હતી.

પોલીસને સાથે રાખી કાર્યવાહી પાર પડાઇ
આજરોજ સવારે કોસંબા પોલીસ તેમજ જિલ્લામાંથી ફાળવેલા કુલ 48 પોલીસકર્મીઓ, બે પીએસઆઈ અને એક પીઆઈ તેમજ ડીવાયએસપી સી. એલ. જાડેજાની આગેવાનીમાં પોલીસની કુમક એન્ટી રાયોટિંગ વીહીલ અને વોટર કેનન સાથે સ્થળ પર આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો