SIA પ્રમુખ 2 ટર્મ ચૂંટણી લડી ન શકતા નવા 4 મૂરતિયા મેદાનમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરીગામ એસઆઈએની 5મી માર્ચના રોજ યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખે પ્રમુખ પદ માટે 4 ફોર્મ અને કમિટી મેમ્બર તરીકે 29 ફોર્મ ભરાતા ચૂંટણીમાં ગરમાટો આવ્યો છે. 19મી ફેબ્રુઆરીએ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

સરીગામ એસઆઈએના સંગઠનની બે વર્ષ માટે યોજાનારી ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડયા બાદ ફોર્મ ભરવાની અંતિમ તારીખે 1 પ્રમુખ પદ માટે 4 અને 12 કમિટી મેમ્બર માટે 29 ઉધોગપતિઓએ ફોર્મ ભરતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. એસઆઈએના પ્રમુખ શિરીષ દેસાઈ બંધારણને લઈ બે ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટણી લડી ન શકતા ઉધોગપતિઓમાં નવો જુસ્સા

આવ્યો છે.

એસઆઈએની ચૂંટણીમાં શિરીષ દેસાઈ ન રહેતા બન્ને ટિમો વચ્ચે દિલસ્પદ મુકાબલો જોવા મળશે.છેલ્લા બે વર્ષથી નવા પ્રમુખ તરીકે પ્રમોટ થઈ રહેલા નિર્મલ દુધાનીને તેની ટીમે સાઈટ ટેક કરી બિન અનુભવી વી.ડી.શિવદાસને એસઆઈએના પ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાવી દીધા છે. નવા પ્રમુખ બનવાનો ગમ ભૂલી ન શકતા અને કઠ પૂતળીની જેમ ના સાજે તેવું વર્તન નો અનુભવ કરી રહેલા એસઆઈએ ના એક પ્રતિષ્ઠીત ઉધોગપતિ ની છાપ ધરાવતા સિનિયર ઉધોગપતિ નિર્મલ દુધાની એ ભારે હૈયે તેમની ટિમ સામે લડી લેવા એસઆઈએ ની ચૂંટણી ના મેદાન માં પ્રમુખ પદ નું ફોર્મ ભરી મેદાન માં ઉતર્યા છે.જેને સિનિયર ઉધોગપતિ નો ભરપૂર સાથ મળી રહ્યો છે. એસઆઈએ ની ગત ચૂંટણી માં પ્રમુખ તરીકે કિસ્મત અજમાવી,શિરીષ દેસાઈ સામે સફળ ન થયેલા ઉધોગપતિ કમલેશભાઈ ભટ્ટ પણ ફરી વાર પ્રમુખ પદ માટે મેદાન માં ઉતર્યા છે.જેમને આ ચૂંટણી માં નવા નિશાળીયા સામે ટક્કર થવાની છે.ભાજપ ના અગ્રણી અને ઉધોગપતિ દિલીપભાઈ ભંડારી એ એસઆઈએ ના પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી.પરંતુ અંત સમયે પ્રમુખ પદનું ફોર્મ પરત ખેંચી નિર્મલ દુધાની કે કમલેશભાઈ ભટ્ટની ટીમમાં રહેવાનું પ્રસન્ન
કર્યું હતું.

કમિટિ મેમ્બર માટે છેલ્લા દિવસે 29 ફોર્મ ભરાતા માહોલ ગરમાયો

અન્ય સમાચારો પણ છે...