તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વાચાર્ય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 158મી જન્મજયંતી રાષ્ટ્રીય યુવાદિવસ નિમિત્તે આયોજિત યુવારેલીમાં ધરમપુર નગર અને આસપાસની તાલુકાની વિવિધ શાળા-મહાશાળાનાં 800થી વધુ વિદ્યાર્થીમિત્રો ઉત્સાહભેર શાળા પરિવારના સથવારે જોડાયા હતા.

સવારે આંઠ કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ ટ્રસ્ટના સર્વેસર્વા ડો. દોલતભાઈ દેસાઈએ સૌ શાળા પરિવારને આવકારી સ્વામી વિવેકાનંદજીએ આપેલા રાષ્ટ્રીય આદર્શ “ત્યાગ અને સેવા” નાં આદર્શને જીવનમાં આપનાવા અનુરોધ કર્યો હતો. પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકીએ આજના “સાંપ્રત સમયમાં યુવાનોને પોતાના હીરો સ્વામી વિવેકાનંદજીને જ બનાવે” એમ જણાવી ઉપસ્થિત વિદ્યાર્થીમિત્રોને જીવનમાં વિવેકાનંદજીની પ્રેરણાદાયી વાતો સંજીવની સમાન સાબિત થશે એમ જણાવ્યું હતું. યુવારેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી મનહરઘટ ખાતે પરત ફરી હતી, સમગ્ર યુવારેલી દરમિયાન સ્વામી વિવેકાનંદજીકી જય અને ભારતમાતા કી જય નાં ગગનભેદી સુત્રોચ્ચારોથી સમગ્ર નગર વિવેકાનંદમય બની ગયું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, શિક્ષણ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન દેસાઈ સહીત મહાનુભાવો શાળાના આચાર્ય, શિક્ષક ભાઈ-બહેનો, નગરના નગરજનો યુવારેલીમાં હોશભેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો