તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટાવાઘછીપામાં શોર્ટસર્કિટથી આગ, 3 ગાળાનું મકાન ખાખ : 3 પરિવાર રાતોરાત બેઘર, 4નો આબાદ બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી તાલુકાના મોટાવાઘછીપાગામે ત્રણ ગાળાના મકાનમાં મધરાતે અચાનક શોર્ટસર્કિટથી આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગ સમયે એક મકાનના ઉપરના માળે સૂતેલા ચાર જેટલા લોકો ફસાઈ જતાં એકત્ર થયેલા લોકોએ બારી વાટે બહાર કાઢ્યા હતા. જેને લઈ જાન હાનિ ટળી પરંતુ વિકરાળઆગમાં ત્રણ ગાળાનું મકાન તેમજ ઘરનો સરસામાન બળીને ખાખ થતાં ત્રણ પરિવાર બે ઘર બનવા પામ્યું હતું.

પારડીના મોટાવાઘછીપા સડક ફળિયા ખાતે ત્રણ ગાળાના લાકડાના માળ તેમજ પાકી દીવાલ વાળા મકાનમાં ત્રણ પરિવાર રહેતા હતા. જેમાં પહેલા ગાળામાં કિશોર બાબુભાઈ પારેખ બીજા ગાળામાં સુભાષ મોહનભાઈ પારેખ અને ત્રીજા ગજાનંદભાઈના ઘરમાં ભાડુઆત તરીકે રમેશ પતિરાજ યાદવ રહેતા હતા. ગત રાતે કિશોરભાઈ અને રમેશ યાદવ નાશિક શિરડી બાબાના દર્શને જવા નીકળ્યા હતા. જે બાદ મધ રાતે ત્રણ ગાળાના મકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી.લાકડાનું મકાન હોવાથી આગ થોડા જ સમયમાં ...અનુસંધાન પાના નં.3

સોમવાર રાત્રે ત્રણ ગાળાના મકાનમાં લાગીલી લપકારા લેતી વિકરાળ આગ અને આગ બૂઝાયા બાદ બીજા દિવસે માકનની હાલત જોવા ભોગા થયેલા લોકો.

ભાસ્કર ન્યૂઝ | પારડી

પારડી તાલુકાના મોટાવાઘછીપાગામે ત્રણ ગાળાના મકાનમાં મધરાતે અચાનક શોર્ટસર્કિટથી આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગ સમયે એક મકાનના ઉપરના માળે સૂતેલા ચાર જેટલા લોકો ફસાઈ જતાં એકત્ર થયેલા લોકોએ બારી વાટે બહાર કાઢ્યા હતા. જેને લઈ જાન હાનિ ટળી પરંતુ વિકરાળઆગમાં ત્રણ ગાળાનું મકાન તેમજ ઘરનો સરસામાન બળીને ખાખ થતાં ત્રણ પરિવાર બે ઘર બનવા પામ્યું હતું.

પારડીના મોટાવાઘછીપા સડક ફળિયા ખાતે ત્રણ ગાળાના લાકડાના માળ તેમજ પાકી દીવાલ વાળા મકાનમાં ત્રણ પરિવાર રહેતા હતા. જેમાં પહેલા ગાળામાં કિશોર બાબુભાઈ પારેખ બીજા ગાળામાં સુભાષ મોહનભાઈ પારેખ અને ત્રીજા ગજાનંદભાઈના ઘરમાં ભાડુઆત તરીકે રમેશ પતિરાજ યાદવ રહેતા હતા. ગત રાતે કિશોરભાઈ અને રમેશ યાદવ નાશિક શિરડી બાબાના દર્શને જવા નીકળ્યા હતા. જે બાદ મધ રાતે ત્રણ ગાળાના મકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી.લાકડાનું મકાન હોવાથી આગ થોડા જ સમયમાં ...અનુસંધાન પાના નં.3

પરિવારે સબંધીને ત્યાં આશરો લેવા પડ્યો
મોટાવાઘછિપામાં ત્રણ ગાળાના મકાનમાં મધ રાત્રીએ લાગેલી આગમાં પરિવાર પાસે ફક્ત રાત્રીએ પહેરલો નાઈટ ડ્રેસ જ રહી જવા પામ્યો હતો આગમાં તેમના ઘર મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. તેમણે હાલ તેમના સબંધીને ત્યાં આશરો લીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારને તંત્ર કોઈ સહાય આપે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

દાદર સળગતાં બારીમાથી બહાર કાઢ્યા
 બળવાની વાસ આવતા જાગીને જોતો બાજુના ગાળામાં આગ લાગી હતી, જેથી બૂમ પાડી મારા પરિવારને ઘર બહાર લઈ આવ્યો પરંતુ બાજુમાં ભાઈના દીકરાનું પરિવારને આગનો ખ્યાલ ન આવ્યો હતો. જ્યા જવા માટે દાદર સળગી ગયો હતો જેથી તેઓને બારી માથી બહાર કાઢ્યા હતા.સુભાષભાઈ પારેખ, ઘર માલીક

શોર્ટ શર્કિટથી આગ લાગી હોવાનું જણાયું
 આગ લાગ્યાનો કોલ આવતાપહોચી ગયા હતા. જોકે આગ વધુ વિકરાળ હોય કાબૂમાં લેવું અમારા એકલી ટીમથી શક્ય ન હતું જેથી વલસાડ અને ધરમપૂરની ફાયર ટીમને જાણ કરી મદદ લેવાઈ હતી. ત્રણ ફાયર ટીમની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનુ પ્રથમ દ્રષ્ટિએ ઘરમાં શોર્ટ સર્કિટ થવાનું લાગી રહ્યું છે . દિવ્યેશ એચ પટેલ, પારડી ફાયરફાયટર

છત છીંનવાઇ
ઘણા ખરા રહીશો શિરડી દર્શને ગયા હોવાથી ખાનાખરાબી ટળી
ફર્સ્ટ પર્શન

અન્ય સમાચારો પણ છે...