હાશકારો | બિલખાડીની કામગીરી અંતિમ તબક્કામાં, મેના અંત સુધીમાં પાળા બની જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી બિલખાડીના દોઢ કિમીના પટ્ટાને બંને બાજુ પાકા પાળા બનાવવાનું કામ હાલ અંતિમ તબક્કામાં આવી ગયું છે. અંદાજે રૂ. 8.37 કરોડના ખર્ચે આ કામગીરી મેના અંત સુઘીમાં પૂર્ણ થઇ જશે એવી ધારણા છે. ખાડી સાંકડી હોવાના કારણે દર ચોમાસા દરમિયાન લોકોનાં ઘરોમાં પાણી ભરાઇ જતાં હતાં. આ મામલે પારડીના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ ખાડીને પહોળી કરવા રજૂઆત કરતાં કેટલાક દબાણો હટાવીને કામગીરી કરાઈ હતી. ફોટો સ્ટોરી હિમાંશુ પંડ્યા

19- મીટર પહોળાઇ, 1500- મીટર લંબાઇ, 04- મીટર ઊંચાઇ, 3.5- મીટર ઊંડાઇ, 08- કિમી કોલક નદી સુધીની કુલ લંબાઈ

અનેક વિઘ્નો વચ્ચે 2 વર્ષ ખેંચાઈ ગયા
બિલખાડી સાંકડી હોવાથી દર ચોમાસામાં જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં હતાં. અનેક વિઘ્નો તથા વિવાદ વચ્ચે લગભગ 2 વર્ષ સુધી ચાલેલી આ કામગીરી આખરે મે મહિનાના અંત સુઘીમાં પૂર્ણ થઇ જશે, જેથી આ ચોમાસામાં લોકોને તકલીફ નહીં પડેે. ભાવેશ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, દમણગંગા નહેર વિભાગ, વાપી

અન્ય સમાચારો પણ છે...