તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈસરોલી ગામ પાસે વાહને બાઇકને અડફેટે લેતાં મહિલાને ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકાના ગણેશસિસોદ્રા ગામે રહેતા એક પરિવારના સદસ્યો દિવાળીની રજા ગાળવા બાઈક લઈ બારડોલી નજીક ઈસરોલી ગામે આવ્યા હતા. એઓ પરત પોતાના ગામ જવા બાઈક લઈ ઈસરોલીથી નીકળ્યા ત્યારે એક અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર દંપતી અને તેમના બંને બાળકો રોડ પર પટકાયા હતા. બનાવમાં મહિલાને માથામાં અને પગમાં ગંભીર ઇજા થતા એમને ગંભીર હાલતમાં સુરત ખસેડાયા હતા.

આ અંગે બારડોલી પોલીસ મથકે ઈસરોલી ગામે રહેતા સુરેશભાઈ બાલુભાઈ રાઠોડે ફરિયાદ આપી હતી. એમાં જણાવ્યા મૂજબ એમના બહેન એવા લતાબહેન રાઠોડના લગ્ન નવસારી તાલુકાના ગણેશસિસોદ્રા ગામે કાંતિભાઈ રાઠોડ સાથે થયા હતા. કાંતિભાઈ તેમના પત્ની લતાબહેન અને તેમના બે બાળકો ધ્રુવ અને ક્રિયા સાથે રજા ગાળવા ઈસરોલી ગામે આવ્યા હતા અને એઓ ગત 2 જી નવેમ્બરે પોતાના સગાવહાલાઓને મળી સાંજના 6.30 કલાકના સુમારે પરત બાઈક લઈ ગણેશસિસોદ્રા જવા નીકળ્યા હતા. કાંતિભાઈ બાઈક લઈ નવસારી બારડોલી રોડ પર થઇ પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ફોરવ્હીલના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી કાંતીભાઈની બાઇકને ટક્કર મારી હતી અને નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક કાંતિભાઈ અને તેમના બંને બાળકોને સામાન્ય ઇજા થવા સાથે બચાવ થયો હતો એમને સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જયારે એમના પત્ની લતાબહેન રાઠોડને માથામાં,જમણા પગમાં અને ઘૂંટીમાં ગંભીર ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...