તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓએ 31મીની ઉજવણી વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બાળકોના જીવનમાં દાદા દાદીનું મહત્ત્વ ખુબ જ વધારે હોય છે. આ આશયથી બારડોલી ખાતે આવેલ સેંસેરિતે સ્કૂલમાં 31મી ડિસેમ્બરના રોજ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. જેમાં સ્કૂલના નર્સરીથી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વાતાવરણને સુમધુર ભક્તિમય બનાવવા બાળકોએ પ્રાર્થના અને ભજન દ્વારા શરૂઆત કરી હતી. ત્યારબાદ બાળકોએ પુષ્પો દ્વારા વડીલોને સન્માનિત કર્યા હતાં. તેને ઉપયોગી વસ્તુઓ જેમકે દવા નાસ્તો વગેરે આપી, એમના આશિષ મેળવ્યા હતા. શાળાના શિક્ષિકા ખ્યાતિ દેસાઈ એ દાદા - દાદીનું મહત્ત્વ સમજાવી તેમની સાથે વધુ ને વધુ સમય પસાર કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉમદા કાર્ય બદલ શાળાના ચેરમેન કિરણભાઈ વ્યાસ, ડાયરેક્ટ સહિત આચાર્ય અમરભાઈ વ્યાસે શાળા પરિવારની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...