તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ અને દમણના થિયેટર - સ્વિમિંગ પુલ 31મી સુધી બંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના સ્વાસ્થય વિભાગે તમામ સિનેમા હોલ અને સ્વિમિંગ પુલને 31મી માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે.

દાનહ અને દમણ દીવના સ્વાસ્થય સચિવ ડો.એમ. મુથમ્માએ શુક્રવારે એક નોટિફિકેશન જાહેર કરીને આદેશ કર્યા છે કે, કોરાના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે 31મી માર્ચ સુધી દમણ, અને સેલવાસના સિનેમા હોલ અને સ્વિમિંગ પુલને બંધ રાખવા. સ્વાસ્થય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં ભારત સરકારના સ્વાસ્થય મંત્રાલય દ્વારા 5મી માર્ચના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન અતર્ગત કોરોના વાયરસને રોકવા હેતુથી દરેક પ્રયાસ પ્રદેશના સ્વાસ્થય મંત્રાલય દ્વારા કરાયા છે.

લંડનથી આવનારા દમણવાસીઓ અટવાયા

ભારત સરકાર દ્વારા વીઝા રદ કરી દેવાતા અને ફલાઇટ કેન્સલ કરાતા લંડનથી આવનારા અને જનારા દમણવાસીઓ અટવાયા છે. દમણના ટ્રાવેલ એજન્ટ ખુરર્શીદ માંજરાએ જણાવ્યુ કે, દમણના અનેક લોકો અટવાયા છે. જોકે, તેમણે સતત સરકારના નવા આદેશની રાહ જોવી પડશે. દમણના 80 ટકા સ્થાનિક લોકો યુકેના લેસ્ટરમાં સ્થાઇ થયા છે જેથી કરીને તેઓ સતત લંડન અને ભારત આવતા જતા રહે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો