તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસ|સેલવાસ માં જૈન ફિરકાઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|સેલવાસ માં જૈન ફિરકાઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક વર્ષની ઉજવણી કરી હતી.શોભાયાત્રામાં અબાલ વૃધો યુવાનો અને મહિલાઓ જોડાઇ હતી. અહિંસા પરમોધર્મનો સંદેશો લઈ નગરના વિવિધ માર્ગો પરથી યાત્રા ફરી પરત બાલાજી ટાઉનશીપ દિગંબર દેરાસર પર આવી હતી. સેલવાસમાં મહાવીર સ્વામીની 2517મી જન્મ જયંતિ કલ્યાણક દિન નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરી હતી. શ્વેતામ્બર દિગંબર તેરાપંથી અને સ્થાનકવાસી દેરાસરોમાં વિશેષ પૂજન અને અભિષેક બાદ સંયુક્ત શોભાયાત્રા કાઢી હતી. આમલી બાલાજી ટાઉનશીપ દિગંબર દેરાસરથી પાશ્ચર્વનાથ યુવા મંડળ,અખિલ ભારતીય પુલન જૈન ચેતના મંચના ધર્મપ્રેમીઓ સવારે પ્રભાતફેરી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...