તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારાના જોબફેરમાં 750 ઉમેદવારોની પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ રોજગાર ભરતી મેળા પખવાડીયાના ઉપલક્ષ્યમાં જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓને ભરતી મેળાના માધ્યમ થકી સહેલાઈથી રોજગારી મળી રહે તે માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રાજ્યના યુવાનોને રોજગારી આપવાના ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં યુવા કૌશલ્યનું નિર્માણ કરી 2900 રોજગાર-એપ્રેન્ટિસ ભરતી મેળા યોજીને 11લાખ 42 હજાર યુવાનોને રોજગારી પુરી પાડી પગભર કર્યા છે. તેમણે બદલાતા સમય સાથે યુવાનોને જીવન શૈલીમાં બદલાવ લાવી એક માત્ર સરકારી નોકરીની અપેક્ષા ન રાખતા સ્વતંત્ર ધંધા રોજગાર વિકસાવી પગભર થવા અપીલ કરી હતી. ભરતી મેળામાં 2200થી વધુ યુવાઓ અને 25કંપનીઓના પ્રતિનીધીઓ ઉપસ્થિત રહીને ભરતી પ્રક્રિયા હાથધરી હતી જેમા 750 જેટલા ઉમેદવારો તેમના કૌશલ્ય મુજબ પ્રાથમિક પસંદગી પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...