તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્સંગ કરવાથી જીવનના પ્રશ્નો ઉકેલાશે : પૂ. આચાર્ય સ્વામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંકરીમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજના આગમન બાદ સમગ્ર દ. ગુજરાતમાં ડોલવણ વિસ્તારમાં 12 વર્ષ પૂર્વે મંદિરની સ્થાપના થતો આદિવાસી વિસ્તારમાં વ્યસનમૂક્તિ થતાં સંસ્કાર અને શિક્ષણને વ્યાપ વધ્યો છે. જેનો શ્રેય બીએપીએસ સંસ્થાના સંતોને જાય છે. સાકંરી મંદિરના સંતો અને કોઠારી પૂ. પુણ્યદર્શન સ્વામીના માર્ગદર્શન હેઠળ ડોલવણ ગામમાં પૂન: પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાય ગયો હતો. મંદિર અને મૂર્તિઓને નવા રૂપ આપવામાં આવ્યો હતો. આ નિમિત્તે વિદ્વાન પંડિતો અને સંતો દ્વારા યોજાયેલા યજ્ઞમાં 300 યુગલોએ આહુતિ આપી હતી. પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા પૂજાયેલી મૂર્તિઓની નગરયાત્રામાં હજારો હરિભક્તોએ સ્વામીનારાયણ મહામંત્રી અને કિર્તનની રમઝટ બોલાવી હતી, અને દરેક ફળિયામાં ભગવાનને વધાવીને ઉમળકા પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પૂ. ઘનશ્યામબાપા (સુરત) અને પૂ. આચાર્ય સ્વામી (નવસારી) દ્વારા મૂર્તિઓની પ્રતિષ્ઠા શાસ્ત્રોકવિધીથી કરવામાં આવી હતી. યોજાયેલી સત્સંગ સભામાં પૂ. ઘનશ્યામબાપાએ જણાવ્યું હતું કે મંદિર થવાથી ભજન ભક્તિ થશે અને ગામમાં સુખ શાંતિ વધશે. નવસારીના મહંત પૂ. આચાર્ય સ્વામીએ જણાવ્યું હતું કે સત્સંગ કરવાથી જીવનના પ્રશ્નોનો ઉકોલ આવશે. વર્તમાન કાળા શ્રીજી મહારાજ પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા કાર્યો કરીને હજારો હરિભક્તો સંકલ્પ પુરા કરે છે. પુન: પ્રતિષ્ઠા મહોત્સવ પૂ. આદર્શ સેવા સ્વામી તેમજ પૂ. યોગીતીર્થ સ્વામીના તેમજ સેંકડો કાર્યકરોના પરિશ્રમથી શિસ્તબદ્ધ રીતે આધ્યાત્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો.

વિદ્વાન પંડિતો અને સંતો દ્વારા યોજાયેલા યજ્ઞમાં 300 યુગલોએ આહુતિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...