દાદરા નગર હવેલીના દપાડા ગામે આવેલુ સાતમાલિયા ડિયર પાર્ક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલીના દપાડા ગામે આવેલુ સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર રહીયુ છે.310 હેક્ટર વિસ્તારમા પ્રસરેલુ અભિયારણમા નીલગાય,ચોસિંગા,સાબર,ચિતળ જેવા 400થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગામસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે.સાતમાલિયા અભિયારણ કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે,જેમા વિપુલ પ્રમાણમાં વન્ય સંપતિઓ આવેલી છે. અહીં વસવાટ કરતા વન્યજીવોને આખુ વર્ષ નિરાંત્તે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા સેલવાસ વનવિભાગે કરેલી છે. પાનખર અને ઉનાળાની કાળઝાળ ગરમીઓમા પણ આ વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે વ્યાપક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા માટે કેરટેકર વિષેસ અવાજ દ્વારા એસેમ્બલી પોઇન્ટ પર ભેગા કરવામા આવે છે, જયાં એમને કેટલ ફીડ, જુવાર બાજરીના પીલિયા, શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામા આવે છે. અભિયારણમા પીવાના પાણી માટે કુદરતી તળાવ, ચેકડેમ,અને કુત્રિમ તળાવ છે,ગરમીમાં તળાવમા પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવો અને નદીમાથી પાઇપલાઇનથી પાણી લાવી ઓવરહેડ ટાકી વડે તળાવમા અવિરતપણે ઠાલવવામાં આવે છે. આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ છીપાવે છે અને તળાવમા પાણીના કારણે આજુબાજુના મોટા ઝાડો લીલાછમ રહેતા કુદરતી છાંયડો પણ મળી રહે છે. ચારેકોર પાણી અછત વચ્ચે પણ સેલવાસ વનવિભાગે મૂંગા પ્રાણી પક્ષીઓ માટે ખોરાક પાણીની ઉત્તમ વ્યવસ્થાઓ રાખવામા આવે છે,જેના કારણે મદમસ્ત બનેલ જાનવરોને જોવા વેકેશન અને શનિ રવિની રજાના દિવસોમા પ્રવાસીઓ મોટી સંખ્યામા આવે છે,અને અહીંની કુદરતી સંપદાઓ સાથે જીપ અને મીની બસમા બેસી વન્યજીવોને ખુલ્લેઆમ ફરતા જોઈ ખુશખુશાલ થઇ જાય છે,આ પ્રવાસીઓ પણ વનવિભાગ દ્વારા જે પ્રાણીઓ માટે સુવિધાઓ આપવામા આવે છે તેને પ્રવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...