તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપંચના પતિએ ગ્રામસભાનું સંચાલન કરતાં લોકોનો ઉહાપોહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

3જંબુસર તાલુકાના નોંધણા ગામે મહિલા સરપંચના પતિએ અન્ય વ્યક્તિનિ મિલકત બારોબાર નામે કરાવી લેતાં વિવિધ તબક્કે થયેલી અપિલ બાદ પણ મિલકત પર કબજો જામાવી રાખ્યો હતો.

જંબુસર તાલુકાના નોંધણા ગામે મહિલા સરપંચના પતિ ધર્મેન્દ્ર પટેલે મિલકત પોતાના કરવા પંચાયતમાં અરજી આપી બીજા જ દિવસે સામાન્ય સભામાં ઠરાવ કરાવી લીધો હતો. મિલકત સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો લેવા જતાં મૂળ માલિક ગીરીશ કાંતિ પટેલને જાણ થઈ હતી. જે સંદર્ભે વાંધો ઉઠાવી તેમણે વિરુદ્ધ જંબુસરની કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટે જગ્યાનો વેચાણ કરાર નોટરી સમક્ષ કરી આપી કબજો ગિરીશ પટેલને સોંપી દીધો હતો. ત્યારથી ગીરીશ પટેલ આ જગ્યાનો વપરાશ કરતા હોવા છતાં ચૂંટણીની અદાવતે સરપંચના પતિ ધર્મેન્દ્ર પટેલે ફરીથી આ જગ્યાનો વેચાણ દસ્તાવેજ બનાવી લીધો હતો. બાદમાં 12 માર્ચે મળેલી સભામાં સરપંચના વિરોધમાં સભ્યોએ ઉહાપોહ મચાવ્યો હતો. સરપંચને બદલે તેના પતિએ સભાનું સંચાલન કરતાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવતાં ગ્રામસભા રદ કરવાની ફરજ પડી હતી.

કોર્ટનો અનાદર કર્યાનો આક્ષેપ, પંચાયતને સુપરસીડ કરવા માગ

જંબુસરની નોંધણા પંચાયતમાં બીજાની મિલકત નામે કરવાનાે વિવાદ

અન્ય સમાચારો પણ છે...