તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘલી ખાતે ઝારખંડેશ્વર મહાદેવ મંદિરની સાલગીરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાપુતારા| ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાનાં તળેટીમાં આવેલ ઘોઘલી ઘાટમાં ઝારખંડેશ્વર મહાદેવ મંદિરની આઠમુ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આહવાનાં તળેટી વિસ્તાર એવા ઘોઘલી ઘાટમાં આવેલ 1008 મહંત ગણેશપૂરીજી મંદિરમાં આઠમાં વર્ષગાંઠ નિમિત્તે ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકર જિલ્લા ભાજપા પ્રમુખ બાબુરાવ ચૌર્યા, જગદીશભાઇ રાવલ સહિત ભક્તગણો ઉપસ્થિત રહી રંગેચંગે ઉજવળી કરવામાં આવી હતી. આહવા-વઘઇ માર્ગ પર ઘોઘલી ઘાટમાં આવેલ ઝારખંડેશ્વર મહાદેવ મંદિરમાં આહવા નગર અને આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયેલ મંદિરનાં આઠમાં વર્ષગાઠ નિમિત્તે ભક્તોને મહાપ્રસાદ ભંડારાની વ્યવસ્થા કરાઇ હતી. તેમજ સાંજે વિવિધ કાર્યક્રમોની ઝલક રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો