સાયણની યુવતીને લગ્નની લાલચે ગર્ભવતી બનાવનારા પરિણીત યુવકનો DNA ટેસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નજીકમાં રહેતા યુવક સાથે મિત્રતા કર્યા બાદ મિત્રની બહેનને લલચાવી ફોસલાવી લગ્નની લાલચે પરણિત યુવકે વારંવાર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારનાર યુવકને પકડી પાડી વધુ તપાશ હાથ ધરી છે.

ઓલપાડ સાયણ રોડ પર આવેલ સાંઈ વાટિક સોસાયટીમાં રહેતા રોહિત ઠાકોરભાઈ સોલંકીએ સાયણ ગામની જ એ યુવતી નિર્ભયા (નામ બદલેલ છે)ના ભાઈ સાથે મિત્રતા કર્યાબાદ નિર્ભયાના સંપર્કમાં આવી તેની સાથે મિત્રતા કરી હતી. રોહિતે નિર્ભયાને પોતાની પ્રેમજાળમાં ફસાવી કેટલીકવાર પોતાના ઘરે રાત્રીના સમયે એકલી હોઈ ત્યારે મળવા માટે જઈને એકલતાનો લાભ લઈને જબરજસ્તી શારીરિક સંબંધ બાંધતો હતો. જો નિર્ભયા તેને આરીતે કરવાની ના પાડતા તેમના વચ્ચે પ્રેમ સંબંધ છે તે વાત ફેલાવી બદનામ કરવાની ધમકી આપતો હતો. ઘરમાં અવાર નવાર બળાત્કાર ગુજરાતો હતો.

આમ નિર્ભયા ડરાવી ધમકાવી અવાર નવાર બળાત્કારથી શારીરિક શોષણ કરતા નિર્ભયાને ગર્ભ રહી જતા સારવાર માટે સુરત નવી સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં તેને એક બાળકીને જન્મ આપતા હવશ ખોર રોહિત સોલંકીના પાપે નિર્ભયા કુંવારી માતા બનવાની ઘટનામાં ઓલપાડ પોલીસે ગુનો નોંદ્યો હતો. ગુનાનો આરોપી રોહિતને તાત્કાલિક પકડી પાડી ઘટના બાબતે વધુ તપાસ કરવા તેને ઓલપાડ કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે નિર્ભયાના કુખે જન્મ આપેલ બાળકી ખરેખર રોહિત સોલંકીના સંબંધને લઈનેજ જન્મી હોવાની બાબતે તપાશ અર્થે રોહિત નો DNA ટેસ્ટ કરવા સાથે ઘટના બાબતે મહત્વના પુરાવા એકઠા કરી વધુ તપાસ હાથધરી છે.