સાગબારા પોલીસે દારૂ ભરેલી સ્કોર્પિઓ ઝડપી પાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા | સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર ચેકીંગ વેળાં પાંચપીપરી ટેકરા પાસેથી પોલીસની ટીમે સ્કોર્પીઓ કારમાં વિદેશીદારૂની હેરાફેરીનો કારસો ઝડપી પાડ્યો હતો. સાગબારાના પીએસઆઇ જે. કે. વસાવા તેમજ તેમની ટીમ ધનસેરા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતાં. તે વેળાં મહારાષ્ટ્ર તરફથી આવતી એક સ્કોર્પીઓ કારને અટકાવી હતી. જેમાં તપાસ કરતાં વિદેશીદારૂ ભરેલો જણાયો હતો. વિદેશીદારૂની હેરાફેરીમાં પોલીસે ઉમરપાડાના ઉચવાણના મહેશ શંકર વસાવા, ધૂલીયાના આકાશ રવિંન્દ્ર ભોય, દિનેશ માલી નામના શખ્સોને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જેમાં દિનેશ માલી કાર ચલાવી રહ્યો હતો. જ્યારે મહેશ વસાવા બાઇક પર અને આકાશ ભોય બીજી ગાડીમાં પાયલોટીંગ કરતાં ઝડપાયાં હતાં. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...