તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદવાડા સ્ટેશને સાધ્વી રત્નાશ્રુતિજીનું ટ્રેન અડફેટે મોત, અંતિમ સંસ્કાર વાપીમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉદવાડા રેલવે સ્ટેશન નજીક બુધવારે મળસ્કે ગરીબ રથ ટ્રેનની અડફેટમાં આવી જતા આચાર્ય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહબના શિષ્યા જૈન સાધ્વી રત્નાશ્રુતિજીને માથાના ભાગે ગંભીર ઇજા થતા કાળધર્મ પામ્યા હતા. બુધવારે બપોરે વાપી ટાઉન સ્થિત અલકાપુર સોસાયટી સ્થિત શાંતિનગર જૈન સંઘથી તેમની અંતિમ યાત્રાની પાલખી કાઢવામાં આવી હતી.

વાપી નજીકના ઉદવાડા સ્ટેશને બુધવારે મળસ્કે બાન્દ્રાથી દિલ્હી જતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતા 44 વર્ષના જૈન સાધ્વી રત્નાશ્રુતિ મ.સા.ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. બનાવ અંગે જૈન સમાજના અગ્રણીઓ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા. વાપી જીઆરપીએ આકસ્મિક મોતની નોંધ કરીને જરૂરી કાર્યવાહી કર્યા બાદ તેમના પાર્થિવ દેહને સોંપી દીધો હતો. સાધ્વી રત્નાશ્રુતિના પાર્થિવ દેહને વાપી ટાઉન સ્થિત અલકાપુરીના જૈન દેરાસરમાં રાખવામાં આવ્યો હતો. બુધવારે બપોરે અલકાપુરીના શ્રીશાંતિ નગર જૈન સંધ ખાતેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં વાપી ઉપરાંત આજુબાજુના જૈન અગ્રણીઓ જોડાયા હતા. વાપીના નામધા સ્થિત સ્મશાન ગૃહે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આકસ્મિક મોતને ભેટનારા સાધ્વી રત્નાશ્રુતિ આચાર્ય શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા. સમુદાયના આચાર્ય મ.સા.શ્રી હિતવર્ધન સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી શિષ્યા હતા. રત્ના શ્રૃતિ મસાએ પાંચ વર્ષ અગાઉ પુનામાં દીક્ષા લીધી હતી જેઓ હાલમાં ઉદવાડાના જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધમાં રોકાયા હતા.

આ.રામચંદ્ર સૂરીશ્વરજી સંપ્રદાયમાં પાંચ વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી

માતા અને પુત્રએ સાથે જ દીક્ષા લીધી હતી

મૂળ રાજસ્થાનના બાગરેચા પરિવારમાંથી આવતા જૈન સાધ્વીનું સમગ્ર પરિવાર વર્ષોથી વાપીમાં જ સ્થાઇ થયું હતું. પાંચ વર્ષ અગાઉ જેઓ રેખા બાગરેચાના નામથી ઓળખાતા હતા તેઓ સંયમના માર્ગે જવા માટે પુનામાં પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે દીક્ષા લઇને રત્નાશ્રૃતિ જયારે પુત્ર હિતવર્ધન નામ ધારણ કર્યા હતા. હાલમાં જૈન સાધ્વીના બે ભાઇઓ નરેન્દ્રભાઇ અને દિનેશભાઇ વાપીમાં રહે છે.
અન્ય સમાચારો પણ છે...