તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાદડવેલ પ્રા. શાળામાં ઓરડા જર્જરિત, છાત્રોના જીવને જોખમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચીખલી તાલુકાની સાદડવેલ પ્રાથમિક શાળામાં ઓરડાની હાલત ખૂબ જ જર્જરિત થવા પામી છે. લાકડાના ટેકાના સહારે આ ઓરડાઓનું અસ્તિત્વ ટકી રહ્યું છે ત્યારે બાળકો જીવના જોખમે ખુલ્લા પતરાના શેડમાં મજબૂરીવશ અભ્યાસ કરી
રહ્યાં છે.

ચીખલી તાલુકાના સાદડવેલ ખાતે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં મહત્તમ રીતે આ વિસ્તારના આદિવાસી બાળકો અભ્યાસ કરીને જીવનનું ઉજ્જવળ ભાવિનું ઘડતર કરી રહ્યા છે. ચોંકાવનારી માહિતી એ બહાર આવી છે કે આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વર્ગખંડો ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. શાળાના આ બે વર્ગખંડ તેમજ એક આચાર્ય કાર્યાલયના છત પર લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ લાકડાની હાલત ખરાબ થતા આ મકાનની જોખમી બન્યું છે. આ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ પગલાં નહીં લેવાતા માત્ર થોડું થોડું સમારકામ કરી ગાડું ગબડાવાય છે.

આ વર્ગખંડોમાં લાકડાની હાલત ખરાબ થઈ જતા જોખમી પરિસ્થિતિ ઉભી થઈ છે. બે વર્ગખંડ અને આચાર્ય કાર્યાલયમાં વચ્ચે જ ઉપરની છત ધરાશય નહીં થાય તે માટે વચ્ચે ટેકો લગાવી રહ્યો છે. આ સમારકામ માટે નહીંવત જેટલી ગ્રાંટના ઉપયોગથી સમારકામ કરી કામ ચલાવાય છે. અવારનવાર શાળામાં દુર્ઘટના બની રહી છે. નાના ભૂલકાઓ દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે છતાં વહીવટીતંત્ર હજી કોઈ શીખ લેવાના મૂડમાં નહીં હોવાની પ્રતિતિ હાલની સાદડવેલ શાળાના જર્જરિત વર્ગખંડો કરાવી રહ્યા છે. હાલ તો બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા લાચાર છે ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તંત્ર જવાબદારી લેશે ખરું? શિક્ષણના નામે નવનવા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે બાળકોને પૂરતી ભૌતિક સુવિધા મળી રહે એ જ સમયની લોકમાગ છે.

મધ્યાહન ભોજનના શેડમાં અભ્યાસ અને મધ્યાહન ભોજન ખુલ્લામાં

સાદડવેલ પ્રાથમિક શાળામાં વર્ગખંડો લાકડાના ટેકાના ભરોસે છે ત્યારે બાળકોને છેલ્લા છ મહિનાથી મધ્યાહન ભોજનના માટે બનાવાયેલ શેડમાં બેસાડી અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. મધ્યાહન ભોજન માટેના શેડને જ અભ્યાસકક્ષ બનાવી દેવાતા બાળકો ખુલ્લામાં નીચે બેસી ભોજન આરોગી રહ્યા છે.

જર્જરિત ઓરડા બાબતે ઉપલા સ્તરે દરખાસ્ત કરી દેવામાં આવી છે

સાદડવેલ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા બાબતે દરખાસ્ત કરી દેવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી હવે જિલ્લા કક્ષાએથી થશે. > હરીશભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ચીખલી

કાેઇ પગલાં નહીં લેવાતા માત્ર થોડું થોડું સમારકામ કરી ગાડું ગબડાવાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો