તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીનીકંપનીમાંથી રૂ.3.34 લાખનો મુદ્દામાલ ચોરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી જીઆઇડીસીની એક કંપનીના ગોડાઉનમાં મૂકેલા મુદ્દામાલની ચોરી થતા માલિકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તસ્કરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વાપી જીઆઇડીસી ફોર્થ ફેઝમાં આવેલ શ્રી જલારામ એન્જીનીયરીંગ વર્ક્સ નામની કંપનીના માલિક કમલેશ જયંતીલાલ પટેલે રવિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, 20 અને 21 ફેબ્રુઆરી સુધી કંપની બંધ હતી. 22 તારીખે કંપનીમાં પહોંચતા કંપાઉંડમાંથી કોટીંગ રોલ, વેલ્ડીંગ મશીન, સીઆઇ હબ, એસએસ શીટ, ક્લેમ્પ, એસએસ રોલ, એસએસ હાઉસીંગ, ગીયર્સ, લેથ મશીનની ગાઇડ મળી કુલ રૂ.3,34,600ના માલ સામાનની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. અજાણ્યા તસ્કરો કંપનીમાં પ્રવેશી ગોડાઉનમાંથી મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હોય પોલીસે અજાણ્યા વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો