તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીમાં 2.20 કરોડના ખર્ચે માર્ગો અને ગટરનું રવિવારે ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પારડી|પારડી નગર પાલિકા વિસ્તારમાં 2.20 કરોડના ખર્ચે વિવિધ રસ્તા અને ગટરની કામગીરી સરકારની વિવિધ યોજના હેઠળ બનવવામાં આવશે જેનું રવિવારે ખાતમુહૂર્ત વલસાડ જિલ્લા પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઇના હસ્તે કરાશે. જેમાં હાઇવેથી સુલભનગર થઈ રોયલ પાર્ક સુધી RCC રોડ તેમજ હાઇવેથી ગાયત્રી સોસાયટી સુધી RCC રોડ બનાવાશે. બ્રાહ્માણથી ધીરુભાઈ સત્સંગ હૉલ સુધી સ્ટોર્મ ડ્રેઇન ગટર અને SBIથી હાઇવે સુધી સ્ટોર્મ ડ્રેઇન ગટર નિર્માણનું કરશે આ સાથે નવનિર્માણ પામી રહેલા સ્ટેડિયમ પર આકર્ષક ગેટ બનાવવાનું કામ તેમજ ચીવલરોડ હરીજનવાસમાં બોક્ષ ડ્રેઇન ગટર,એરટેલ ટાવરથી હનુમાન ડુંગરી સુધી રોડ બોક્ષ ડ્રેઈન બનાવવાના કામોનું આયોજન કરાયું છે જેનું આજે વિધિવત ખાતમુહર્ત કરવામા આવશે. જેના કારણે લોકોને નવી સુવિધા મળી રહેશે. અનેક કામોનું રવિવારથી વિધિવત પ્રારંભ થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો