ઉંભેળ નજીક રોડ ક્રોસ કરતી અડફેટે વાહન અડફટે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંભેળ પાસે રસ્તો ક્રોસ કરતી મહિલાને વાહને અડફેટમાં લેતા ટૂંકી સારવાર બાદ મોત થયું હતુ.

કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં મોટી શેરીમાં રહેતા સવિતાબહેન રાજુભાઈ વળવી(મૂળ મહારાષ્ટ્ર ) એક દિવસ અગાઉ જ ઉંભેળ ગામમાં રહેતા રિંકુભાઈ પટેલને ત્યાં ખેતરમાં મજુરી કામ માટે આવ્યા હતા. ગુરુવારના રોજ બપોરના 12.30 કલાકે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ક્રોસીંગમાં રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહનના ચાલકે સવિતાબહેનને અડફેટમાં લેતા જમણા હાથ,જમણા ભાગની પાસળી,ખભાના ઉપરના ભાગે ઈજા થતા 108 માં સારવાર માટે ચલથાણ ખાતે સંજીવની હોસ્પીટલમાં લઈ ગયા બાદ ગંભીર ઈજા હોવાથી વઘુ સારવાર માટે સુરત નવીસીવીલ હોસ્પીટલમાં લઈ જતા ટૂંકી સારવાર દરમિયાન મોડી રાત્રીના સવિતાબહેનનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...