તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરસાડી હાઈવે પર ડૂક્કર આવી જતાં રિક્ષા પલટી,1 મહિલાનું મોત, 2ને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરસાડીની મહિલાઓ રિક્ષામાં સવાર થઈ દમણ નોકરી પર જવા શુક્રવારે નીકળી હતી. ત્યારે કોસ્ટલ હાઇવે કોસ્ટલ પાર્ક સોસાયટી સામે રિક્ષા આગળ ડુક્કર દોડી આવતા રિક્ષા 3 પલ્ટી મારી ગઈ હતી અને રિક્ષામાં સવાર 3 મહિલાઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાઇ હતી. જે મહિલાઓ પૈકી 1નું ગંભીર ઇજાને પગલે મોત નીપજયું હતું.

પારડીના ઉમરસાડી માછીવાડ ગોલ્ડન સ્ટ્રીટ ખાતે રહેતી નર્મદાબેન રમેશભાઈ ટંડેલ ( ઉ.વ. 50) અને કસ્ટમ ફળિયા ખાતે રહેતી કંચનબેન બાલુભાઈ ટંડેલ ( ઉ.વ. 40) તેમજ ભારતીબેન ઈશ્વરભાઈ ટંડેલ રહે સ્કૂલ ફળિયાનાઓ નાનીદમણ ભીમપોર ખાતે આવેલી સ્કોટ કૈસા કંપનીમાં નોકરી કરે છે. જે શુક્રવારના સવારે ઉદવાડા ખાતે રહેતા કૈલાશ રામાનંદ પાલની રિક્ષા નં. GJ 15 XX 8183માં સવાર થઈ ઉમરસાડીથી કોસ્ટલ હાઇવેના માર્ગે દમણ નોકરી ઉપર જવા નીકળ્યા હતા ત્યારે કોસ્ટલ હાઇવે પર કોસ્ટલ પાર્ક સોસાયટી સામે રિક્ષા સામે એક ડુક્કર આવી જતા રિક્ષાચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને રિક્ષા ડુક્કર સાથે અથડાવી દીધી હતી અને જે બાદ રિક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મહિલાઓને ઇજા થતાં સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે નર્મદાબેન ટંડેલને શરીરે ગંભીર ઇજા પહોંચી હોવાથી તેનું મોત નીપજયું હતું. જ્યારે ભારતીબેનને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને કંચનબેન ને નાની મોટી ઇજા હોવાથી સારવાર લીધા બાદ રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...