તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજકેટ પરીક્ષાનાં કેન્દ્રો પર અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | ૨૬/૦૪/૨૦૧૯ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહના એ, બી, એબી ગ્રુપના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા સવારે ૦૯:30 કલાકથી ૧૬:૦૦ કલાક દરમિયાન વ્યારા ખાતે યોજાનાર છે. જેમાં ઉમેદવારોની પસંદગીમાં ગુપ્તતા અને પ્રમાણિકતાનાં ધોરણો જળવાય અને પરીક્ષા ન્યાયી રીતે યોજાય તે અગત્યનું છે. તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી. વહોનિયાએ પશ્રીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર કે કોઇ પણ વ્યક્તિએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર મોબાઇલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઇ જવા પર કે પરીક્ષા સમય દરમિયાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...