સાયલીમાં રિક્ષા નહેરમાં પલટી ચાલાક અને 3 મુસાફરનો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલીના સાયલી ગામે આલોક ગાર્મેન્ટસ કંપની નજીક નહેરના રસ્તા પરથી રિક્ષા પસાર થઇ રહી હતી જે સમયે અચાનક સામેથી મોટુ વાહન આવી જતા રિક્ષા ચાલકે સ્ટેઇરીંગ પરથી કાબૂ ગુમાવતા ત્રણ પેસેન્જર સાથે રિક્ષા સીધી નહેરમાં પલ્ટી મારી ગઇ હતી.સંજોગોવસાત રિક્ષા ચાલક અને સ્થાનિક પેસેન્જરોને તરતા આવડતું હોવાને કારણે પાણીમાંથી બહાર નીકળી આવ્યા હતા.જે સમયે આ ઘટના બની ત્યારે નહેરમાં પાણી છોડવામાં આવેલું હતુ.આ ઘટનાની જાણ આજુબાજુના લોકો તેમજ પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતા અને દમણગંગા નહેર વિભાગના અધિકારીને ટેલિફોનીક જાણ કરી નહેરનું પાણી બંધ કરાવ્યા બાદ રિક્ષાને ક્રેઈન વડે બહાર કાઢવામાં આવી હતી.આ ઘટનામાં કોઈપણ જાનહાની કે ઈજા થઇ નથી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર નહેરની આજુબાજુ ડિવાઈડર બનાવેલું ન હોવાને કારણે આ ઘટના બની હતી.આ રસ્તો સાંકડો છે અને જો બે વાહનનો સામસામે થઇ જાય તો ઘણી જ તકલીફ પડે છે.જેથી જે રીતે બીજા વિસ્તારમાં ડિવાઈડર બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે અહીં પણ ડિવાઈડર બનાવવામાં આવે તો આવા અકસ્માતોને અટકાવી શકાય એમ છે.

નહેરની બાજુમાં ડિવાઇડરના અભાવે અકસ્માત સર્જાયો

અન્ય સમાચારો પણ છે...