16મીએ માણેકપોરમાં નિર્મિત થયેલા સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના માણેકપોર ગામે બી. એ. પી. એસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે. સાંકરી મંદિરના કોઠારી પૂ. પુણ્યદર્શન દાસ અને સંત નિર્દેશક પૂ. ધ્યાનજીવન સ્વામીના વિસ્તારમાં માણેકપોર મંડળ આવેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ 15 અને 16 તારીખના રોજ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે. 15 ફેબ્રુઆરીના રોજ માણેકપોર મંદિર પાછળ વિશાળ મેદાનમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાશે. જેમાં સવારે 7 થી 12 દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો જોડાનાર છે અને સાંજે માણેકપોરમાં 4 થી 6 દરમિયાન નગરયાત્રાનું પણ માણેકપોર બી એ પી એસ સત્સંગ મંડળ દ્વારા આયોજન કરાયું છે. જેમાં હજારો હરિભક્તો સ્વામિનારાયણ મહામંત્રના નાદ સાથે ઠાકોરજીને ગામમાં વિહાર કરાવશે. 16મીને રવિવારમાં રોજ સંસ્થાના સદગુરુ સંતોના હસ્તે અક્ષર પુરુષોતમ મહારાજ , ઘનશ્યામ મહારાજ , ગુણાતીતાનંદ સ્વામી , ગુરુ પરંપરા , હનુમાનજી ગણપતિ જી ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. પ્રતિષ્ઠા મહોત્સવ માટે બીએપીએસ સત્સંગ મંડળ તેમજ સાંકરી ક્ષેત્રના હરિભક્તોએ મહેનત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...