તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૂટેલી રેલિંગ વાળા બારડોલીના પુલની આખરે મરામત શરૂ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના વોર્ડ નં. 9ના મીંઢોળા નદીપારના રહીશોની અવર જવર માટે બનાવેલ 7 કરોડનો પુલની રેલીંગ નદીના પહેલા પુરના પાણીમાં ધોવાઇ ગઇ હતી. ત્યારબાદ આ રેલીંગને શાશકો રીપેરીંગ કરવવામાં દોઢ માસનો સમય લગાવ્યો છે. આટલા સમય સુધી નગરજોનો ભગવાન ભરોસે ખુલ્લા પુલ પરથી અવર જવર કરી હતી. નશીબજોગ કોઇ અકસ્માતની ઘટના બની ન હતી. જે નગરજનો માટે નોંધનીય બાબત કહી શકાય. શાસકોએ જાણે દોઢ માસ સુધી બીજા પુરની વાટ જોઇ હોય એમ લાગે છે. તાજેતરમાં રેલીંગ રીપેરીંગ કરાવવાની કામગીરી શરૂ કરી છે.

બારડોલી નગરના રામજીમંદિરની સામે મીંઢોળાનદીના સામે પાર રહેતા નગરજનો વર્ષોથી હોડીના સહારે અવર જવર કરતાં હતા, જેથી પાલિકાએ અંદાજીત 7 કરોડના ખર્ચે પુલની સુવિધા કરી હતી. જે ચોમાસા પહેલા નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નદીપારના રહીશો સાથે તાપી જિલ્લામાં અવર જવર માટે શોર્ટકટ રસ્તો થયો હતો. લોકોની અવર જવર પૂરજોશમાં શરૂ થઇ હતી. પરંતુ નદીમાં ચોમાસાના પહેલા પૂરના પાણીમાં પુલ ડૂબી જતાં બંન્ને તરફની લોખંડની રેલીંગ ધરાશયી બની હતી. જોકે, ત્યાંરબાદ પાલિકાના શાસકોએ રીપેરીંગ કરાવી ન હતી. સતત દોઢ માસ લોકો જોખમી પુલ પરથી પોતાના જોખમે અવર જવર કરી હતી.પુલની બંન્ને તરફની રેલીંગ ધરાશયી હાલતમાં પડી રહી હતી. નશીબજોગ કોઇ ગંભીર અકસ્માતની ઘટના બની ન હતી. રેલીંગ રીપેરીંગ ન કરાવવા પાછળ નદીમાં ફરી પૂર આવે તો, રેલીંગને ક્ષતિ થવાની શંકા શાસકોને હતી, જેથી બીજા પૂરની વાટ જાણે જોવાઇ હોઇ કહીએ તો, પણ ખોટુ નથી. તાજેતરમાં વરસાદ ઓછો થતાં શાસકોને પણ જાણે જ્ઞાન આવી ગયું હોય, કે રેલીંગના અભાવે અકસ્માત થઇ શકે, માટે તાત્કાલિક એજન્સીને રીપેરીંગ કરવાની સુચના આપી હતી. અત્યાર સુધી શાસકોની નિષ્ક્રીયતા નહી તો, બીજુ શુ કહેવાય ?

અન્ય સમાચારો પણ છે...