તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરવાસા માઈનોરમાં પડેલું ગાબડું રિપેર કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી કડોદ રોડને ક્રોસ કરતી ખરવાસામાં માઈનોર નહેરના નવીનીકરણ બાદ પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી છોડતા જ નહેરના પ્લાસ્ટરમાં ગાબડું પડી ગયું હતું. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં. જે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ નહેર વિભાગે ગંભીરતાને ધ્યાને લઈ નહેરના પ્લાસ્ટરમાં પડેલા ગાબડાનું પુરાણ કર્યુ છે. નહેરના નવીનીકરણ માટે 45 દિવસ સુધી નહેર બંધ રહી હતી. જે દરમિયાન નહેરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. કાકરાપાર પ્રોજેક્ટની બારડોલી બ્રાંચમાંથી નીકળતી ખરવાસા માઈનોર નહેરનું 30 દિવસ ઉનાળુ રોટેશન શરૂ કર્યું છે. નહેરમાં પાણી આવતાંની સાથે જ બારડોલી કડોદ રોડ પર પણદા ગામ નજીક ખરવાસા માઈનોરમાં ભંગાણ પડ્યું છે. ત્રણ દિવસ પહેલાં પાણી શરૂ થતાં ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ખેડૂતોની ચિંતાને વાચા આપતો અહેવાલ 26મી ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થયો. જે અહેવાલને પગલે સિંચાઈ વિભાગના અધિકારીઓએ પડેલ ભંગણનું પુરાણ કર્યુ છે.

ભંગાણ પૂરી દેવામાં આવ્યું છે
ખરવાસા માઈનોરમાં પડેલ ભંગાણ અંગે સિંચાઈ વિભાગના અધિકારી મેહુલભાઈના જણાવ્યા અનુસાર હાલ પડેલ ભંગાણ પુરી દેવામાં આવ્યું છે. નહેર બંધ થતાં ફરી કોંક્રિટ કામ કરી યોગ્ય કરવામાં આવશે. મેહુલભાઈ, સિંચાઈ અધિકારી

નહેરનું ગાબડંુ પુરવામાં આવ્યું છે. ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો