તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahuva News Renovation Of Umarra Bridge Villagers Again Stopped The Blasting Work From Mother India Dam 024146

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરા પુલનું નવીનીકરણ: મધર ઇન્ડિયા ડેમ પાસે બ્લાસ્ટિંગની કામગીરી ગ્રામજનોએ ફરી અટકાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના ઉમરા ગામે ૨૩.૮૪ કરોડના માતબાર ખર્ચે બની રહેલા પુલની કામગીરી શરૂ થતાંની સાથે જ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમને બ્લાસ્ટિંગથી નુકસાન થતું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવી બ્લાસ્ટિંગનું કામ બુધવારના રોજ ફરી બંધ કરાવ્યું હતું અને મહુવા મામલતદાર અને મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરી આગામી દિવસોમાં જો ફરી મધર ઇન્ડિયા ડેમ નજીક બ્લાસ્ટિંગ કરવામાં આવશે તો પુલના નવીનીકરણની કામગીરી બંધ કરાવવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારાતા ચકચાર મચી જવા પામી હતી.

મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદી પર ગાયકવાડી સમયમાં બનેલો પુલ જોખમી અને જર્જરિત હોવા ઉપરાંત સાંકડો અને લો લેવલનો હોવાથી પ્રજાએ ભારે મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી. પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા ઉમરા લો લેવલ પુલની જગ્યા પર ૨૩.૮૪ કરોડના ખર્ચે હાઈ લેવલ પુલ મંજુર કર્યો હતો. અધિકારીઓ દ્વારા સરવે કરાવી પુલ નજીક આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ નજીક જ હજારો ખેડૂતો માટે જીવાદોરી સમાન ડેમને નુકસાન કર્યા વિના પુલ બનાવવાનું નક્કી કર્યું હતું. જે પુલના નવીનીકરણની કામગીરી પણ પુર ઝડપે શરૂ થઈ ગઈ હતી. નવીનીકરણની કામગીરી દરમિયાન કામ કરનાર એજન્સી દ્વારા ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ નજીક જ બ્લાસ્ટિંગની કામગીરી શરૂ કરી દેતા ઉમરા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો હતો.

મધર ઇન્ડિયા ડેમ નજીક બ્લાસ્ટિંગ ન કરવાની ગ્રામજનોએ કામ કરનાર એજન્સી ને સૂચના આપી હતી. ગ્રામજનોની સૂચના બાદ પણ અવારનવાર રોજ પુલની કામગીરી કરનાર એજન્સીએ પથ્થરો તોડવા માટે બ્લાસ્ટિંગ શરૂ જ રાખતાં બ્લાસ્ટિંગનો ધડાકો સાંભળી ગ્રામજનોમાં પુલની કામગીરી કરનાર એજન્સી વિરુદ્ધ પ્રચંડ રોષ ભભૂકી ઊઠ્યો હતો. તા. 27/02/2019 ને બુધવારના રોજ કામ કરનાર એજન્સી ફરી પથ્થરો તોડવા માટે બ્લાસ્ટિંગની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન ઉમરા સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા મળી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડેમ નજીક થઈ રહેલ કામગીરી અટકાવી હતી અને મહુવા પોલીસ તેમજ મહુવા મામલતદાર ને ઘટના અંગે જાણ કરતા મહુવા પોલીસ સહિત મામલતદાર ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો હતો પરંતુ જો હવે ફરી બ્લાસ્ટિંગ થશે તો પુલના નવીનીકરણની કામગીરી પણ અટકાવી દેવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારાતા ચકચાર મચી જવા પામી હતી.

ડેમને નુકસાનના આક્ષેપ સાથે ગ્રામજનોએ બ્લાસ્ટિંગ અટકાવ્યું
તંત્ર દ્વારા જૂનો લો લેવલનો પુલ છે ત્યાં જ હાઈ લેવલનો પુલ બનાવવાનું નક્કી કર્યું હતું અને જૂનો પુલ તોડવા પહેલાં પાકું ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરી હાલ ડાયવર્ઝનનું કામ ચાલી રહ્યું હતું. તે કામગીરી દરમિયાન પથ્થર તોડવા માટે કરવામાં આવેલ બ્લાસ્ટિંગથી ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમને નુકસાન થતું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી જઈ બ્લાસ્ટિંગની કામગીરી અટકાવી હતી.

ગાયકવાડના સમયમાં ડેમ બન્યો હતો
ઉમરા અંબિકા નદી પર ગાયકવાડી સમયમાં ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ બન્યો હતો. જે ડેમ આજુબાજુના પાંચ જેટલા ગ્રામના હજારો ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, અને કેટલીય પિયત મંડળીઓ આ ડેમ પર નભે છે. જો આ ડેમ તૂટે તો હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય જેથી આ ડેમ બચાવવા માટે ગ્રામજનો દ્વારા બ્લાસ્ટિંગની કામગીરી અટકાવી હતી.

પુલ બનાવતી એજન્સીએ જ બ્લાસ્ટિંગ કર્યું
પુલ બનાવનાર એજન્સી દ્વારા ડેમ નજીક સૂચના આપવા છતાં પણ અગાઉ બ્લાસ્ટિંગ કરતા અમો ગ્રામજનોએ એ બ્લાસ્ટિંગ અટકાવ્યું હતું. ત્યારે કામ કરનાર એજન્સી દ્વારા ફરી ડેમ નજીક બ્લાસ્ટિંગ ન કરવાની બાંયધરી આપતા અમો એ પુલની કામગીરી શરૂ કરવા દીધી હતી. ત્યારબાદ આજ રોજ ફરી બ્લાસ્ટિંગ કરતા કામગીરી અમો ગ્રામજનોએ અટકાવી મહુવા પોલીસ તેમજ મહુવા મામલતદારને ઘટના અંગે જાણ કરી હતી. કૌશિકાબેન નલિનભાઈ પટેલ, સરપંચ, ઉમરા

કોન્ટ્રાક્ટરે ગામજનોની શરત સ્વીકારી હતી
અંબિકા નદી પરના નવા પુલના બાંધકામ વખતે જ અમે કોન્ટ્રાકટરને જણાવેલૂકે અહી બ્લાસ્ટિંગ કરશો તો ડેમને નુકસાન થશે અને એ શરતે કામ ચાલુ થયું હતું, પરંતુ આજે ફરી બ્લાસ્ટીંગની તૈયારી કરતાં અમે બ્લાસ્ટિંગ અટકાવી દીધું છે. પુલની કામગીરી સામે અમને કોઈ વાંધો નથી. નવીનભાઈ, સ્થાનિક રહીશ

બ્લાસ્ટિંગથી ઐતિહાસિક ડેમને નુકસાન થતાં પાણી ઝરવા લાગ્યંુ હોવાના ગ્રામજનોના આક્ષેપ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો