તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોદાવાડી માઈનોરની મરામત શરૂ થતા ખેડૂતોેને રાહત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરમાંથી નીકળતી કોસાડી માઈનોર નહેર સાથે જોડાયેલા અન્ય શાખાઓનું કામ અપુરતુ રહેતા છેવાડાના ખેડૂતને પાણી માટે વલખા મારવા પડતાં હતાં, પંરતુ સ્થાનિક તાલુકા પંચાયત સદસ્યએ જે તે વિભાગને વારંવાર રજૂઆતો કરતાં હાલમાં જ 2 કરોડની મંજૂરી સાથે કામગીરીનો શુભારંભ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાકરાપાર જમણા કાંઠા મુખ્ય કેનાલમાંથી નીકળતી કોસાડી માઈનોર નહેરનું પુરીપુરી લંબાઈમાં નવીનીકરણ થયું છે. પણ તેમાંથી નીકળથી શાખા નહેરો, ટુઆર અને થ્રી આર મોઈનોરનું નવીનીકરણ 700થી 1500 મીટર લંબાઈમાં જ થયું હતું. જેથી આ શાખા કેનાલના છેવાડાના ખેડૂતોને પાણી પહોંચતું ન હતું. જેથી છેવાડના વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યએ નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા અને કલ્પસ વિભાગ ગાંધીનગર તથા સુરત રજૂઆતો કરી હતી. તેમજ સ્થાનિક અધિકારી પદાધિકારીઓનું પણ ધ્યાન દોરતાં હાલમાં જ ત્રણેય શાખાના નવીનીકરણ માટે 2 કરોડ મંજૂર કરાયા હતાં. જેનું કામ હાલ પુરજોશમાં ચાલુ કરી દેવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ગોદાવાડી વિસ્તારની માઇનોર નહેર જેની 2 કરોડના ખર્ચે મરામત શરૂ કરવામાં આવી છે.

2 કરોડના ખર્ચે મરામત શરૂ થઇ
બાકી રહેલા શાખામાં 2 આર નહેરનું 800 મીટર 3245 મીટર એટલે કે 2445 મીટરની લંબાઈ, 3 આર નહેરનું 1345 મીટરથી 5285 મીટર લંબાઈમાં એટલે કે 3940 મીટર લંબાઈમાં પાકી નહેર બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...