તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરીગામ સ્ટેટ હાઇવેના સ્પીડ બ્રેકર હટાવતા રાહત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ તાલુકાના ભીલાડથી સરીગામ બાયપાસ થઈ સરઈને જોડતો સ્ટેટ હાઇવેનું નિર્માણ કર્યું હતું. જૂનો માર્ગ નવો સાથે પહોળો બનતા વાહન ચાલકો પુરી સ્પીડ સાથે આગળ વધી રહ્યા હતા. જેના લીધે માર્ગ પર અવાર નવાર અકસ્માત નોંધાયા હતા. લોકો દ્વારા માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠી હતી.લોકોની રજુઆત અને માંગણીને ધ્યાનમાં લઇ માર્ગ મકાન ખાતા દ્વારા સ્પીડ બ્રેકર ઉભા કર્યા હતા.

સરીગામ બાયપાસ, માંડા ક્લોની, માંડા લાઇબેરી જેવા જોખમી સ્થાનો પર સ્પીડ બ્રેકર ઉભા કર્યા હતા. સ્પીડ બ્રેકરની ઉંચાઈ વધુ રહેતા કારો સ્પીડ બ્રેકર સાથે નીચે અથડાઈ રહી હતી. જ્યારે યુવા વર્ગ સ્પીડ બ્રેકર પર પુરપાટ ઝડપે જતા અકસ્માત સર્જી રહ્યા હતા.જેને લઈ સ્પીડ બ્રેકર હટાવવાની જોરદાર માંગણી ઉઠી હતી. જે લઈ દિવ્યભાસ્કર અંકમાં લેખ પ્રસિદ્ધ કરવામો આવ્યો હતી. માર્ગ મકાન ખાતા દ્વારા સ્પીડ બ્રેકર હટાવાતા વાહનચાલકોએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...