કરવડમાં કચરાના ગોડાઉનમાં આગથી લોકોમાં અફરાતફરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી કરવડ રોડ પર આવેલ એક ખુલા મેદાનમાં ભંગારના કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી. ફાયરની ત્રણથી વધુ ગાડીએ આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

વાપી કરવડ રોડ ઉપર આવેલ મહાદેવ મંદિરની સામે એક ભંગારના ગોડાઉનના ખુલા મેદાનમાં રાખવામાં આવેલ પ્લાસ્ટિક અને કાગળ વેસ્ટમાં શનિવારે બપોરે અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગને બુઝવવા લોકોએ પાણીને ઉપયોગ કરવા છતાં કાબૂમાં ન આવતા જીઆઇડીસી ફાયર વિભાગને તે અંગે જાણ કરાઇ હતી. ફાયરની ત્રણથી વધુ ગાડી સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ફાયરની જાણ થતા ડુંગરા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.

ભાસ્કર ન્યૂઝ | વાપી

અન્ય સમાચારો પણ છે...