કુકરમુંડામાં રેશનિંગ કાર્ડધારકોને 3 વર્ષથી અનાજ ન મળતું હોવાની રાવ

Nizar News - ration card holders in kukarmunda have not received grain for 3 years 081545

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:15 AM IST
પ્રાપ્ત માહિતી અનુસાર કુકરમુંડા તાલુકાના બેજ, અમોદા અને ચિખલીપાડા ગામના ગ્રામજનો દ્વારા કુકરમુંડા મામલતદારને રેશનિંગ બાબતે લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, કુકરમુન્ડા તાલુકાના બેજ, ચીખલીપાડા અને આમોદા ગામના કુટુંબો અગ્રતાક્રમ કટુંબની યાદીમાં સમાવેશ થયેલા છે. અમારા વિસ્તારના રેશનિંગ દુકાનદાર દ્વારા અમને રેશનકાર્ડ ધારકોને 3 વર્ષથી અનાજ આપવામાં આવતું નથી. અને કુપન કાઢવા માટે અમારી પાસેથી 10 રૂપિયા લેવામાં આવે છે. અમને કુપન આપવામાં આવતી નથી. જેથી દુકાનદાર સામે અન્ન સુરક્ષા - અધિનિયમ 2013 મુજબ કાર્યવાહી કરવા સાથે રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજ આપવા લેખિતમાં જણાવ્યું છે. અને લાભાર્થીઓને કનડગત કરતા તત્વો સામેની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

X
Nizar News - ration card holders in kukarmunda have not received grain for 3 years 081545

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી