તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોસાયટીના હોદ્દેદાર પાસે મેન્ટેનન્સનો હિસાબ માંગનાર રહિશને ચપ્પુ મરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગુમરાની સોસાયટીમાં મેન્ટેનન્સ મુદ્દે થયેલી બબાલમાં રહિશના પેટમાં ચપ્પુ મારી દેવાયું હતું.

પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલા માનસી રેસીડેન્સીમાં મકાન નંબર 14-15 માં જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ બલદાણીયા (36)ના ધરે તેમની જ સોસાયટીના મકાન નંબર 348 માં રહેતા રોહિતભાઈ શ્યામસુંદર પારીખ જે માનસી રેસીડેન્સીનું મેન્ટેન્સ ઉઘરાવવાનું તેમજ હિસાબ સાંભળવાનું કામકાજ કરે છે. જેઓ રાત્રિના 8 વાગ્યાના અરસામાં આવ્યા હતા. અને જીતેન્દ્રભાઈ પાસે છેલ્લા 10 મહિનાના બાકી મેન્ટેન્સના રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે દરમિયાન જિતેન્દ્રએ રોહિતભાઈને જણાવ્યું કે તમે પહેલા છેલ્લા એક વર્ષનો મેન્ટેન્સના ખર્ચનો હિસાબ પતાવી દો, ત્યાર બાદ બાકી નીકળતા રૂપિયા અમે ચૂકવી દઈશું. જે બાદ રોહિતભાઈ ઉશ્કેરાઈ જીતેન્દ્રભાઈ સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા હતાં. જે દરમિયાન બાજુમાં રહેતા બટુકભાઈ ચૌહાણ અને તેમના બે દીકરા રાજુભાઈ બટુકભાઈ અને મનીષભાઈ બટુકભાઈ નાઓ દોડી આવ્યા હતા. અને જિતેન્દ્રભાઈ અને રહિતભાઈ નાઓને છોડાવવા લાગ્યા હતાં. તે અરસામાં રોહિતભાઈનાઓએ ઉશ્કેરાઈ બટુકભાઈને ગાળો આપી બટુકભાઈના પેટમાં છરો ભોક્યો હતો, જે જોઈ બટુકભાઈના બંને પુત્રોએ પણ પોતાની પાસે રહેલ ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે રોહિતભાઈ પારીખ તેમજ અન્ય સોસાયટી રહીશ ઇજાએ પહોંચાડી હતી. આમ સોસાયટી બંને જૂથ વચ્ચે થયેલી મારીમારી લોહિયાળ બની હતી, જેમાં બટુકભાઈને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ તમામ મારામરીમાં વચ્ચે છોડાવવા માટે પડેલા સોસાયટી અન્ય બે ઈસમો ભવરલાલ જાટ તેમજ દીપજીભાઇ પારેખને પણઇજાઓ થતા કડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બંને જૂથોએ પલસાણા પોલીસમાં ફરિયાદ આપતા રોહિતભાઈ પારેખ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો તેમજ બટુકભાઈ ચૌહાણના બે પુત્રો રાજુભાઈ અને મનીષભાઈ વિરુદ્ધ પણ પલસાણા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ હતી.

બગુમરા ગામની માનસી રેસિડન્સીમાં બનેલી ઘટના અંગે સામસામી ફરિયાદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો