ધરમપુરની સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર કરનાર ગૃહપતિ જેલ ભેગો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરના એક ગામની સગીરાને ગૃહપતિએ લગ્નની લાલચ આપી બાંધેલા શરીર સબંધની નોંધાયેલી ફરિયાદમાં પોલીસે આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો છે. આરોપીને વલસાડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની પણ માહિતી મળી છે.

ધરમપુરના ગ્રામ્ય વિસ્તારની સગીરાને કૌટુંબિક કાકાએ લલચાવી લગ્નની લાલચ આપી જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ સગીરાની માતાએ અત્રેના પોલીસ મથકે આપી હતી. પોલીસે પોકસો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડી જેલભેગો કર્યો હતો. ધરમપુરના ગ્રામ્યવિસ્તારમાં આવેલા કન્યા છાત્રાલયમાં રહી ધોરણ-8માં અભ્યાસ કરતી અન્ય ગામની 14 વર્ષીય સગીરા ગત તા.2/4/2019ના રોજ પિતા સાથે ઘરે આવી હતી. માતાએ ઘરે આવવાના પૂછેલા કારણમાં સગીરાએ વર્ણવેલી હકિકત મુજબ કુમાર છાત્રાલયના ગૃહપતિએ ગત શિવરાત્રીના બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે તેણીને મળી રાત્રે છાત્રાલયના ટેરેસ પર મળવા કહી રાત્રે અગિયાર વાગ્યે બારીમાંથી ઉઠાડી બોલાવતા તેણી છાત્રાલયના ટેરેસ પર ગઈ હતી. જ્યાં ગૃહપતિને સગીરાએ તેણી અહીં આવી હોવાની ખબર ગૃહમાતાને હોય અને સગપણમાં કાકા થતો હોય તારી સાથે વાત નહીં કરીશ એમ જણાવી તેણી નીકળી ગઈ હતી. આમ છતાં ગૃહપતિ અવારનવાર સગીરા સાથે વાત કરી લલચાવી લગ્ન કરવા જણાવતો હતો. ગૃહમાતાના કહેવાથી સગીરા ગૃહપતિના રૂમ પર ગઇ હતી જ્યાં તેની ઉપર દૂષ્કર્મ આચર્યું હતું.ભરાયેલી સગીરા રૂમ પર ગઇ હતી.બીજા દિવસે શાળામાં આવેલા પિતા સાથે સગીરા ઘરે આવી રહી હતી. સગીરાએ જણાવેલી હકીકત માતાએ પતિને જણાવી હતી. ત્યારબાદ સગા સબંધીઓ, ગામના આગેવાનોને મળી આ બાબતની વાત કરી હતી. જોકે ગભરાયેલી દીકરીને લઈ માતાએ જેતે વખતે ફરિયાદ નહીં આપી હતી. આખરે માતાએ ગુરુવારે રાત્રે સગીરાના કૌટુંબિક કાકા સુનિલ રમતુ પાડવી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા.તેની પોસ્કો સહિતની કલમ હેઠળ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

ગૃહમાતાએ કાકાને કામ હોવાનું કહ્યું હતું
ગત તા. 1/4/2019ના રોજ રાત્રીના જમી પરવારી સગીરા લેસન કરતી હતી ત્યારે રાતના નવ વાગ્યે ગૃહમાતાએ સગીરાને બોલાવી ગૃહપતિ કાકાએ અગત્યનું કૌટુંબિક કામ હોવાથી બોલાવી હોવાનું જણાવતા ગયેલી સગીરાને ગૃહપતિએ છાત્રાલયના બાથરૂમની બાજુમાં આવેલા રૂમમાં લઇ જઈ જબરજસ્તી શરીર સબંધ બાંધી બુમાબુમ કરશે તો બદનામ કરવા અને શાળામાંથી નામ કમી કરાવી દઈશ એમ ધમકાવી હતી.