Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરીગામમાં કોમન પ્લોટમાં બિલ્ડરે બાંધકામ કર્યાની રાવ
સરીગામ ગ્રા.પં.વિસ્તારમાં બિલ્ડરો દ્વારા નીતિનિયમ નેવે મૂકી કોમન પ્લોટમાં શોપિંગ સેન્ટર તથા બિનઅધિકૃત બાંધકામ કરતા પંચાયતના 6 સભ્યોએ મેં.સ્ટેટ ઓફ ગુજરાતને લેખિત ફરિયાદ કરી છે. અને આવા બાંધકામોમાં શરત ભંગ કરી બિનઅધિકૃત બાંધકામો દૂર કરી, આકારણી નહિ કરવા જણાવ્યું છે.
સરીગામ પંચાયત વિસ્તારમાં બિલ્ડરો દ્વારા બિનઅધિકૃત બાંધકામ ચલાવી રહ્યા છે. બિલ્ડરો દ્વારા ફ્લેટ ખરીદીના સમયે ગ્રાહકોને કોમન પ્લોટની ખુલ્લી જગ્યામાં ગાર્ડન ઉભું કરીશું જેવા ઠાલા વચનો આપી ફ્લેટનું વેચાણ થયા પછી કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરી રોકડી કરી રહ્યા છે. બિલ્ડરોની આ રણનીતીની ગંધ પંચાયતના સભ્યો ડો.નીરવ શાહ સહિત અન્ય પાંચને થતાં ફ્લેટ ધારકોને થઈ રહેલા અન્યાયની સામે લડત આપવા માટે આગળ આવ્યા છે. આ બાબતે પંચાયતના સભ્યોએ લેખિત ફરિયાદમાં બિલ્ડર દ્વારા નકશામાં દર્શાવ્યા મુજબ માર્જિન પણ છોડેલુ ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રો હાઉસ બનાવતી ભાગીદારી પેઢી સામે શરત ભંગ કરી ગેરકયાદે બાંધકામ અટકાવવા અને ભવિષ્યમાં આકરણી ન કરવા તલાટીને લેખિતમાં રજુઆત કરી છે. બાંધકામમાં માર્જિન નહિ જાળવ્યું હોઈ તેવા બાંધકામ દૂર કરવા તથા પંચાયત સભ્યોએ જાહેર હિતમાં અગ્રીમતા આપી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મેં. સ્ટેટ ઓફ ગુજરાત ને લેખિત રજુઆત કરી જિલ્લા વિકાસ અધિકારીને કોપી રવાના કરી છે.
6 સભ્યોની રેવન્યુ ખાતાને ફરિયાદ કરી