તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારાનો આંબલિયા માર્ગ અલગ લાઇન પર બનાવાતો હોવાની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર પાલિકા દ્વારા આંબલિયા વિસ્તારના ડીપી રોડની કામગીરી ચાલુ છે. તે દરમિયાન સ્થાનિક રહીશ અને પાલિકાના માજી ઇજનેર હરેશ પટેલે પાલિકામાં લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આંબલિયા વિસ્તારમાં હાલ બની રહેલા લક્ષ્મી આઇકોન બિલ્ડિંગની પશ્ચિમ તરફ ડીપી રોડનું ડામર કામ કરવા માટે શરૂઆત કરાઇ તેની લાઈનો દોરી મૂળ રસ્તાની હદ પર દોરવામાં આવી નથી. આ રસ્તો અગાઉ મેટલ દ્વારા બનાવવામાં આવેલ હતો. તેના પર ડામર રોડ બનાવવા જઈ રહ્યા છે એવી માહિતી મળી છે. રસ્તામાં આવતી 7 કેબીનો કોના ઇશારે દૂર કરવામાં આવતી નથી. વધુમાં રોડ 40 ફૂટનો હોય નવો ડામર રોડ 40ના મધ્ય બનાવો એક 20નો બનાવી કોઈ વ્યક્તિને ચોક્કસ લાભ આપવા માટે કરાતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...