તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચ લેતાં પકડાયેલા સરપંચના પતિએ ગેરકાયદે જિંગા તળાવ બનાવ્યાની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાનો સરકારની જમીન પર સરકારી બાબુઓ અને ભ્રષ્ટાચારી નેતાઓના છુપા આશીર્વાદથી જિંગા તળાવ બનાવવાનો ચાલતો આવેલ છે. તેમાં થતા આવેલા ભ્રષ્ટાચારની પોલ સરસ ગામના સરપંચ વતી તેનો પતિ રોકડ રકમની લાંચ લેતા પકડાવાથી ખુલી છે. લાંચીયો બ્રિજેશ પટેલ પણ પત્ની સરપંચ હોવાથી સત્તાના જોરે બિન અધિકૃત કબ્જો કરી મોટાપાયે જિંગા તળાવો બનાવવા સાથે જિંગા તળાવ માફિયાઓ પાસે તોડપાણી કરતો આવ્યા હોવાની ચર્ચા છે.

સરસ ગામની મહિલા સરપંચ બીનાબહેન પટેલનો પતિ કે જે શુક્રવારે ગેરકાયદેસર જિંગા તળાવ તોડી પાડવાની ધમકી આપી છે. તળાવ માલિક પાસે રોકડ 25000ની લાંચ લેતા પકડાયો છે. જયારે પત્ની સરપંચ હોય સરસ ગ્રામ પંચાયતનો તમામ પ્રકારનો વહીવટ પણ બ્રિજેશ પટેલ કરતો આવેલો આટલું જ નહી પણ ખુદ બ્રિજેશ એ પણ સરસ ગામની હદ નજીક સોદલાખારા ગામે આવેલ બ્લોક નંબર 579 માં 15 હેક્ટરથી વધુ સરકારી જમીન પર બિનઅધિકૃત કબ્જો કર્યોછે. 10થી વધુ ગેરકાયદેસરના જિંગા તળાવો બનાવી ગેરકાયદેસરની પવૃત્તિ કરતો આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

સરપંચનો પતિ હોવા છતાં ખુદ સરકારી જમીન પર બિનઅધિકૃત કબ્જો કરી ગેરકાયદેસર તળાવો બનાવી ગેરકાયદેસરની પવૃત્તિ કરતો આવેલ બ્રિજેશ ગ્રામ પંચાયતને ભ્રષ્ટાચાર નો અડ્ડો બનાવી ગેરકાયદેસર જિંગા તળાવો બનાવનાર પાસે ફંડ પેટે કોઈપણ જાતની સરકારી રસીદો કે પંચાયત દફતરે નોંધ વિના વર્ષે લાખો રૂપિયા નો વહીવટ લેતો આવેલ. જયારે સ્થાનિકોના કહેવા મુજબ બ્રિજેશ ગ્રામ પંચાયતના લોકહિતના કામોમાં પણ ગ્રામજનોએ હેરાનગતી કરે છે. સાથે પંચાયતની તમામ કામગીરી માં દખલગીરી કરવાની વાતે ગ્રામજનોમાં રોષ છે. બીનાબહેન ભાજપ પક્ષ તરફી સરપંચ હોવાથી તેના પર સ્થાનિક રાજકારણીઓનાં પણ ચાર હાથ હોય તેના વિરુધ્ધ ઉપલી કચેરીઓમાં ફરિયાદ થવા છતાં અધિકારીઓ એ આજદિન સુધી કોઈપણ પ્રકારે કાયદેસરની કાર્યવાહી કરી નથી. ગુનાહિત પવૃત્તિ કરવા પોત્સાહન પૂરું પાડતા તે ભ્રષ્ટાચાર કરતા પકડાયો. અત્રે ઉલેખનીય છે કે ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં આવેલી ખાર ખરાબાની અને પડતલ પડેલી સરકારી જમીનો પર સ્થાનિક રાજકારણી અને ભ્રષ્ટ અધિકારીઓ સાથેની મીલીભગતમાં જિંગા તળાવ માફિયાઓ દ્વારા બિન અધિકૃત કબ્જો કરી મોટાપાયે ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવી ગેરકાયદેસર આવક મેળવવાનો વેપલો કરાતો આવ્યો છે. ત્યારે સરકારી જમીનો પર કબ્જો કરી જિંગા તળાવો બનાવવાની ગેરકાયદેસરની પવૃત્તિ બાબતે અનેક જાગૃત ખેડૂતો અને સહકારી આગેવાનો કાયદાકીય લડત પણ ચલાવતા આવ્યા છે.

ઓલપાડમાં ગેરકાયદે બનાવવામાં આવેલા જિંગા તળાવ

સરપંચ સામે પણ કાર્યવાહી થઇ શકે
ગ્રામ પંચાયતમાં ચુંટાયેલા પ્રતિનિધિ જેવાકે સરપંચ અને પંચાયત સભ્ય જાતે અથવા તેમના પરિવારજનો દ્વારા સરકાર સાથે ખોટું થાય તેવી ગેરકાયદેસરની કામગીરી કરવામાં આવતી હોઈ ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિ સરપંચ હોઈ તો તેના વિરુધ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમન 47 (1) અને પંચાયત સભ્ય વિરુધ્ધ 30 (જ) મુજબની કાર્યવાહી થઇ શકે છે ત્યારે સરસના સરપંચ બીનાબહેન પણ ભરડામાં આવે તો નવાઇ નહીં.

જિંગા તળાવ મુદ્દે બ્રિજેશ વિરુદ્ધ ફરિયાદો કરી છે
બ્રીજેસ પટેલ સોદલાખારા ગામે આવેલ બ્લોક નંબર 579માં 15 હેક્ટરથી વધુ સરકારી જમીન પર બિનઅધિકૃત કબ્જો કરી 10થી વધુ ગેરકાયદેસરના જિંગા તળાવો બનાવવાની બાબતે તેના વિરુધ્ધ મામલતદાર થઈ લઈને મંત્રી સુધી ફરિયાદો કરી છે. પણ રાજકારણ નાં ઓઠા હેઠળ તે બચતો આવ્યો છે. વસંત પટેલ, સહકારી આગેવાન

અન્ય સમાચારો પણ છે...