વિરપોર આનંદ આશ્રમમાં રણછોડ રાયજી ભગવાનનો સાલગીરી મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપોર આનંદ આશ્રમમાં રણછોડ રાયજીભગવાનની અઠાવીસમી સાલગીરી મહોત્સવની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં આજુબાજુ ગામના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિરપોર ગામે પુણૉનદિના નયનરમ્ય તટપર રણછોડ રાયજી ભગવાન અને પુણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. સાલગીરી મહોત્સવની ઉજવણીનુ આયોજનમાં મંદિરને ખુબ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. ભગવાનની અઠ્ઠાવીસમી અને ભગવતીમાતાજીની આઠમી સાલગીરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાયજ્ઞમાં ચૌદ જેટલા જજમાનો યજ્ઞમાં આહુતિ આપી હતી. સાલગીરી નિમિત્તે ભકતો એ સ્તૃતિ,પ્રાર્થના, સદગુરૂ ભગવાનની આરતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...