તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામનવમી | જિલ્લામાં ઠેર ઠેર ‘એક હી નારા, એક હી નામ, જય શ્રીરામ’ના નાદ સાથે શોભાયાત્રા નિકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લામાં ઠેર ઠેર રામજન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વલસાડ તિથલમાં સાઇ મંદિરમાં રામનવમી મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજન, મહાઆરતી, વગેરે પૂજા અર્ચના કરવામાં આવી હતી. જ્યારે વાપીમાં સમસ્ત હિન્દુ સગઠનો દ્વારા ઉત્સવની ઉજવણી કરવામાં આ‌વી હતી. ડુંગરાના સીતારામ હનુમાન મંદિરથી બપોરે રામજન્મોમહોત્સવ બાદ શોભાયાત્રા કાઢવામાં આ‌વી હતી. જેમાં શ્રી રામ ભગવાનની 15 ફૂટ ઊચી પ્રતિમા બનાવવામાં આવી હતી. તેમાં મહારાષ્ટ્રમાંથી ઢોલક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ડુંગરાથી શોભાયાત્રા નિકળી વાપી જીઆઇડીસી સ્થિત રામલિલા મેદાન ખાતે પૂર્ણ થઇ હતી. રામલિલા મેદાન ખાતે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં 8 હજારથી વધુ લોકો જોડાયા હતાં. કુલ 6 કિમી શોભાયાત્રા ફરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અજીત શર્મા ઉર્ફે પહેલવાન અને સિઘાનીયા તેમજ તેમની ટીમે કર્યું હતું.

ઉમરગામ તાલુકાના ભીલાડ સરીગામ ખાતે 14 મી એપ્રિલના રોજ રામનવમીના પાવન પર્વ પર સમસ્ત હિન્દૂ સંગઠન દ્વારા પ્રથમ વાર વિશાળ અને ઐતિહાસિક શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભા યાત્રા ભીલાડ પ્લાઝાથી સવારે 9 કલાકે પગપાળા નીકળી સરીગામ ત્રણ રસ્તા પર પોહચી હતી. ત્યાંથી પરત સરીગામ રામમંદિર ખાતે પહોંચી શોભા યાત્રાનું સમાપન થયું હતું. શોભા યાત્રાના રૂટ પર ઠેર ઠેર પાણી, શરબત અને નાસ્તાની વ્યવસ્થા સેવાભાવી સંસ્થા દ્વારા ઉભી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...