તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે દક્ષિણ વન વિભાગના સહયોગથી શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત કાજુ પ્રોસેસિંગ યુનિટ માંડવા તા.કપરાડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે સ્વસહાય જૂથની મહિલા ટીમને અભિનંદન પાઠવતાં રાજ્‍ય સરકારે ગ્રામ્ય વિસ્‍તારના વિકાસ માટે બનાવેલી યોજનાઓનો લાભ લઇ યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવા અનુરોધ કર્યો હતો. કાજુ પ્રોસેસિંગ યુનિટ માટે વન વિભાગ દ્વારા સહાય 10 લાખ રૂપિયાની આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વસહાય જૂથો કાજુ પ્રોસેસિંગ ઉપરાંત અનેક રોજગારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે સરાહનીય છે. આદિવાસીઓને ડુંગર વિસ્તારમાં વધુમાં વધુ વાવેતર કરવું જોઇએ. સમગ્ર વન વિસ્‍તારમાં કાજુના પ્‍લાન્‍ટેશન થકી ઘરે-ઘરે કાજુ મળશે.કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કપરાડા વિસ્તારમાં થતી વનપેદાશોની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સ્વસહાય જૂથની અનેક બહેનો પોતાની આવડત પ્રમાણે કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો