તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંચાઇનું પાણી આપવાની માંગ સાથે ઓલપાડમાં રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળુ ડાંગર ન બનાવવા માટેનો સરકારનો પરિપત્ર તથા ડેમમાં પર્યાપ્ત પાણી હોવા છતાં ખેડૂતોને પાણી નહીં આપવાના વિરોધમાં અને રોટેશન પ્રક્રિયામાં ફેર વિચારણા કરવાની માંગણી સાથે આગામી 8 મી જાન્યુઆરીએ ખેડૂતોની સુરતમાં જળયાત્રા યોજાવા જઈ રહી છે. જે જળયાત્રાને સફળ બનાવવા માટે ઓલપાડમાં વિવિધ ગામડાઓમા ખેડૂતોએ બાઈક રેલી યોજી હતી. જેમાં ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા.

ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ આજરોજ ઓલપાડમાં રામચોકથી બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ...અનુસંધાન પાના નં. 2

સિંચાઇ ખાતાને આવેદન અપાશે
8 મી જાન્યુઆરીને મંગળવારના રોજ જહાંગીરપુરા જીન (સુરત) કમ્પાઉંડમા ખેડુતો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહી બપોરે 12 કલાકે ત્યાંથી જળયાત્રા મહારેલી કાઢી સુરત સિંચાઇ અધિક્ષક ઇજનેર કચેરી પહોચી સિંચાઇના પાણી મુદ્દે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામા આવશે. રમેશભાઈ પટેલ-પ્રમુખ, ઓલપાડ ખેડૂત સમાજ

અન્ય સમાચારો પણ છે...