તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસમાડી ગામના સરપંચ પદે રાકેશ કંથારીયા બિનહરીફ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના કોસમાડી ગામના સરપંચ વિક્રમભાઈ ગણપતભાઈ કંથારીયા સામે ગત 10મી જુનના રોજ અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ જે બાદ ડે.સરપંચ ઉર્વિસ પટેલ સહિત પંચાયતના આઠ સભ્યોમાંથી સાત સભ્યો અરવિંદભાઈ કંથાયરિયા, રમેશભાઈ રાઠોડ, રેખાબેન વસાવા, ઘનુબેન વસાવા, મેઘનાબેન પટેલ, વર્ષાબેન પટેલ સહિતના સભ્યોએ સરપંચની વિરૂઘ્ઘમાં આંગળી ઉચી કરતા અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થયેલી તલાટીએ જાહેર કરી હતી.સરપંચને પદ પર દુર કરવામાં આવ્યા હતા.સરપંચ ની ખાલી પડેલી બેઠક માટે અનુસુચિત જાતિની બેઠક માટે શનિવારના રોજ ઉમેદવારી નોંઘાવાના અંતિમ દિને સુરત જીલ્લા એસસી મોરચાના ઉપપ્રમુખ રાકેશભાઈ ભગુભાઈ કંથારીયાએ મામલદાર કચેરીમાં પોતાની ઉમેદવારી નોંઘાવી હતી.તેમની સામે કોઈ ફોર્મ ન ભરતા આખરે બિનહરીફ તરીકે સંરપચ પદે વરણી થવા પામી છે.પરંતુ આ અગે સોમવારના રોજ ફોર્મ ચકાસણી બાદ જાહેર કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...