તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SOU ખાતે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવાની રાજપૂત સમાજની માગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ તાલુકા રાજપૂત સમાજના 50 જેટલા સભ્યોએ મામલતદારને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારા 562 રજવાડાઓના રાજવીઓ વિશે પ્રજાને જાણકારી આપતું મ્યુઝિયમ બનાવવાની માંગણી કરી હતી. મ્યુઝિયમ બનાવવાની જાહેરાતને એક વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં કોઈ કામગીરી નહીં થતાં રાજપૂત સમાજે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. રાજપૂત સમાજની આ માંગણી મામલતદાર થકી રાજ્ય સરકાર સુધી પહોંચે અને મ્યુઝિયમ બાબતે નક્કર કામગીરી થાય તેવી માંગણી કરી હતી.

આ તમામ પ્રજાપ્રેમી રાજવીઓનું સન્માન જળવાય રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમાં કંઈજ કામગીરી નહીં થતાં રાજપૂત સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા તાલુકા સ્તરેથી પણ રૂઆત કરવામાં આવી રહી છે. ગુરૂવારે નેત્રંગ નાયબ મામલતદાર બાલુભાઈ વસાવાને આવેદનપત્ર પાઠવી મ્યુઝિયમ બનાવવાની માંગ કરી હતી. આ તબક્કે કનકસિંહ રણા, મનોજસિંહ પરમાર ,ભાવેશસિંહ વાંસદીયા, હાર્દિકસિંહ અને નેત્રંગ વાલિયા તાલુકાના રાજપૂત સમાજના લોકો હાજર રહયા હતા.

નેત્રંગમાં રાજપૂત સમાજે મામલતદારને લેખિત રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...