Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજપીપલામાં આખલાએ ભેટી મારતા વૃદ્ધને ઇજા
રાજપીપળા શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલાં બે આખલા યુધ્ધે ચઢતાં વાહનોને અડફેટે લઈ નુકશાન પહોંચાડ્યું હતું. ફરી શુક્રવારે કલેક્ટર કચેરી નજીક વૃદ્ધને આખલાએ ભેટી મારતાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્તે ખસેડાયા હતા. રખડતા પશુ મુદ્દે પાલિકા સામે લોકોમાં રોષ ફેલાયો છે. તો પાલિકા પાસે પશુઓને પૂરવા માટે નાણાં જ નથી તેવી વિગતો સામે આવી છે.
રાજપીપળામાં સવારે સિવિલ હોસ્પિટલ અને કલેક્ટર
કચેરી નજીક બે જગ્યાએ આખલાઓ માર્ગ ઉપર દોડતાં લોકોમાં નાસભાગ મચી હતી. જેમાં કલેક્ટર કચેરી પાસેથી પસાર થતા સિકંદરખાન પઠાણ નામના એક સિનિયર સીટીઝનને
આખલાએ ભેટી મારી ઉલાળ્યા હતા. જેમાં તેમને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં તેમને ફેક્ચર હોવાનું નિદાન થયું હતું. બીજા એક બનાવમાં સિવિલ હોસ્પિટલ પાસે રસ્તા ઉપર
દોડેલા આખલાએ અનેક વાહનો અટકાવી દેતાં નાસભાગ મચાવી હતી. હાઈસ્કૂલોમાં આવતા જતા વિદ્યાર્થી તેમજ સિવિલમાં આવતા જતા દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘણા સમયથી રાજપીપળામાં આખલાઓનો આતંક છે. છતાં તંત્ર આ બાબતે કોઈજ કાર્યવાહી ન કરતા
સ્થાનિકોમાં રોષ છે. લોકોનો આક્ષેપ છે કે, ભોગ લેવાયા બાદ તંત્ર આવા તોફાની આખલાઓ માટે પગલાં
લેશે કે કેમ.
પાલિકા પાસે રખડતા ઢોરને પકડવા ફંડ નથી
ઢોર ડબ્બો છે પણ ઘાંસ ચારા માટે નાણાં નથી
રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓ જાહેર માર્ગ પર અડિંગો જમાવી દે છે. ટ્રાફિકને અડચણ ઊભી કરે છે. પરંતુ પાલિકા કોઈજ કાર્યવાહી કરતી નથી. કેમકે પાલિકા પાસે આ પશુઓને પૂરવા ઢોર ડબ્બો છે પણ પશુઓને ચારો ખવડાવા રૂપિયા જ નથી. કર્મીઓના પગારનાં જ ફાંફાં છે. એટલે નગરજનો માટે કશુંજ કરતા નથી. જેનો ભોગ નગરજનો બને છે. આવા ચારથી પાંચ કિસ્સા બન્યા છે. > ડી.પી.ટેલર, સામાજિક કાર્યકર