તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંમરપાડાનો રાજસ્થાની વેપારી યુવક ગુમ થયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉંમરપાડા તાલુકા મથક ખાતે રહેતો 21 વર્ષીય વેપારી યુવક ઘરે કોઈ પણ જાતની જાણ કર્યા વિના ચાલી જતાં યુવકના ભાઈએ ઉંમરપાડા પોલીસ મથકમાં યુવક ગૂમ થયાની ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલમાં ઉંમરપાડા બજારમાં હનુમાનજી મંદિરની સામે રહેતો માલારામ નારાયણલાલ દેવાંસી (21) ઉંમરપાડા ખાતે રહેતા તેના બનેવી જગદીશભાઈ જાવતારામ દેવાશીના ઘરે રહેતો હતો. ત્યારે ઘરના સબ્યોને કોઈપણ જાતની જાણ કર્યા વિના તે ચાલી નીકળ્યો હતો. ઘરના સભ્યો અને સગા સંબંધીઓએ માલારામની સોધખોળ કરી હતી. પરંતુ તે ન મળતાં આખરે ઉંમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં યુવક માલારામ ગૂમ થયા અંગેની ફરિયાદ તેના મોટાભાઈ ભોલારામ નારાયણલાલ દેવાસીએ નોંધાવી હતી. ગૂમ થનાર યુવક મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણ મોઢુ લંબગોળ ઉંચાઈ 5.5 ફૂટ છે. તેણે સફેદ કલરનો પેન્ટ મરૂન કલરનો શર્ટ પહેરેલ છે. ગુજરાતી રાજસ્થાની ભાષા બોલે છે.

ઉંમરપાડાથી ગૂમ થયેલ યુવક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો