તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંધલ ડુંગર પર રાજસ્થાની મહિલાઓએ દશામા વ્રત ઊજવ્યંુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખારેલ | ખારેલ પંથકમાં વસતા રાજસ્થાન પરિવારની મહિલાઓએ એંધલ ડુંગર ઉપર અને એંધલ-ધનોરી રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેના પીપળાના વૃક્ષ પાસે દશામાંના વ્રતની ઉજવણી ખુબ ભક્તિભાવથી કરવામાં આવી હતી. આ વ્રતની શરૂઆત હોળીના બીજા દિવસથી શરૂ થાય છે. આ વ્રત ખાસ કરીને રાજસ્થાની મહિલાઓ વધુ કરે છે. દશામાંની પૂજા કરીને પાઠ કરે છે. આ વ્રતમાં શીતળા સાતમ આવે છે, જેમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને તે દિવસે શીતળામાતાને ઓલિયો (છાશમાં મકાઈનો લોટ નાંખીને બનાવે છે) અને દહીંથી માતાને ઠંડી કરવામાં આવે છે. વ્રત કરનાર મહિલાઓ ઠંડુ ખાય છે અને પછી દશમાં દિવસે દશામાંની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ખારેલ પંથકમાં રહેતા રાજસ્થાન પરિવારની મહિલાઓ એંધલના ડુંગર ઉપર પીપળાના વૃક્ષ આગળ ભેગા થાય છે અને પૂજાવિધિ કરે છે અને વ્રતની ઉજવણી ખુબજ ભક્તિભાવથી કરે છે.
અન્ય સમાચારો પણ છે...